હોટ ટોપિક : નવા સીએમ કોણ ? નવા મંત્રી મંડળમાં કોણ ? ફેબ્રુઆરીમાં જ ચૂંટણી ?

0
934

જામનગર અપડેટ્સ : લાંબા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત ચાલી રહી હતી તેનો આખરે આજે નાટકીય અંત આવી ગયો છે.મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી આડે થોડી સમય બચ્યો છે ત્યારે નેતૃત્વ પરીવર્તનને લઈને ચર્ચાઓ છેડાઈ છે.

ખોડલધામ ખાતે મળેલ પાટીદારોનું સર્વોચ્ચ સુકાન અને ત્યારબાદ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી તરીકે બનાવવાની પ્રબળ બનતી પરોક્ષ માંગણી, અને પ્રદેશ સંગઠન અને ગુજરાત સરકારના સબંધોમાં ક્યાંકને ક્યાંક વિરોધાભાસ, આ સહિતના મુદ્દાઓને લઈને રાજકારણ સતત ચર્ચાઓનો વિષય બનતું આવ્યું હતું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધા બાદ ફરી આ જ ચર્ચાઓ છેડાઈ છે. ભાજપના અંતરંગ સુત્રોનું માનવામાં આવે તો આગામી સીએમ પાટીદાર હશે. જેમાં પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ સંગઠનમાં કામ કરતા ગોરધન ઝડફિયા સૌથી આગળ છે. બીજા નંબર પર પ્રધાનમંત્રીની સૌથી નજીક ગણાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું નામ ચર્ચામાં છે. ત્રીજા નંબર પર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું નામ ચર્ચામાં છે. આ ત્રણ નામ ઉપરાંત ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પરસોતમ રૂપાલા પણ ચર્ચામાં છે.

પણ ભાજપની એક પ્રણાલી રહી છે જે ચર્ચામાં છે તે નથી. આ સમીકરણને સામે રાખીએ તો પ્રધાનમંત્રી સાથે સંગઠનની આગેવાની લઇ કામ કરી ચૂકેલ આરસી ફળદુ કે તાજેતરમાં જ કર્નાટકના રાજ્યપાલનો પદભાર પૂર્ણ કરી વતન આવી ચૂકેલ વજુભાઈ વાળા પર પણ નેતૃત્વ આપી શકે તો નવાઈ નહી,

નવા મુખ્યમંત્રી તરીકેનો ચહેરો આજ સાંજ સુધીમાં નક્કી થઇ જશે અને આવતીકાલ સુધીમાં નક્કી કરવામાં આવશે. બીજી તરફ મુખ્ય મંત્રીએ રાજીનામું આપી દીધું છે એટલે કે તેના મંત્રી મંડળનું પણ રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે. ત્યારે નવા મુખ્યમંત્રી કોણ અને કેવા મંત્રીઓની પસંદગી થશે ? એની ચર્ચાઓ તેજ બની છે.   નેતૃત્વ પરિવર્તનની સાથે નવી અટકળો પણ શરુ થઇ છે કે વેરવિખેર કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં વધતા જતા આપના વર્ચસ્વ વચ્ચે આગામી ફેબ્રુઆરીમાં ઉતરપ્રદેશની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે એવી પણ કારણો સાથેની અટકળો સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here