વરસાદ: જામનગર પર વ્હાલ, અન્ય તાલુકાઓમાં કેટલો ? જાણો ગઈકાલ અને આજ

0
1012

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા આજ સવારથી ગાઢ વરસાદી માહોલ ઉદભવ્યો છે. ગઈ કાલે માત્ર જોડિયા અને લાલપુરમાં ઝાપટા પડ્યા હતા. જયારે આજ સવારથી જામનગરમાં બે ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. જયારે કાલાવડમાં એક , લાલપુરમાં પોણો ઇંચ , જામજોધપુર અડધો, જોડિયા અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જીલ્લામાં ગઈ કાલે જામનગરના વસઈ, લાખાબાવળ, ધુતારપર અને મોટી બાણુંગારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જોડિયાના હડિયાણા, બાલંભા અને પીઠડમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે જામજોધપુરમાં શેઠ વડાળા, ધુનડા, પરડવા અને જામવાડીમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જયારે લાલપુરના પીપરટોળા, પડાણા, ભણગોર, મોડપર અને ડબાસંગ ગામે પણ અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

 જામનગર જીલ્લામાં આજ સવારે છ વાગ્યાથી જ ગાઢ વરસાદી માહોલ રચાયો છે. જેનું કેન્દ્ર સ્થાન  જામનગર રહ્યું છે. જામનગરમાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ૫૭ મીમી, કાલાવડમાં ૨૦ મીમી, લાલપુરમાં ૧૮ મીમી, જામજોધપુરમાં ૧૧ મીમી, જોડિયામાં ૧૦ અને ધ્રોલમાં ૧૩ મીમી વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે વધુ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન ખાતે વ્યકત કરી છે.

જયારે મોષમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો, કાલાવડમાં ૭૬ ટકા, જોડિયામાં ૬૬ ટકા, ધ્રોલમાં ૬૨ ટકા, લાલપુરમાં ૫૨ ટકા, જામજોધપુરમાં ૫૭ ટકા અને સૌથી ઓછો વરસાદ જામનગરમાં માત્ર ૩૮ ટકા જ પડ્યો હોવાના આકડા ડિજાસ્ટર મેનેજમેંટ કંટ્રોલરૂમમાં જાહેર થયા છે ( આ આકડા ગઈ કાલ સુધીના કુલ વરસાદના છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here