જામનગર : ઇકોમાં આવેલ પાંચ સખ્સોએ જવેલર્સમાં ચોરી આચારી, જુઓ cctv

0
2009

જામનગર અપડેટ્સ : જામનગરમાં હિરજીમિત્રી રોડ પર આવેલા નિલકંઠ જવેલર્સને હાઇટેક તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઇકોમાં આવેલા ચાર શખ્સોએ શટર ઉંચકાવી અંદર ઘુસી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી આચરી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. બુકાની બાંધી ચોરી કરવા આવેલા શખ્સો ઇકોમાં આવ્યા હોવાની હક્કિત સામે આવી છે. પોલીસે સીસી ટીવી કબ્જે કરી નજરે પડેલા શખ્સોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ નિલકંઠ જવેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત રાત્રીના કારમાં આવેલા ચાર શખ્સોએ શટર ઉંચકાવી અંદર પ્રવેશ કર્યો હતો. ટોચ લઇ અંદર ઘુસેલા તસ્કરોએ જવેલર્સના અલગ-અલગ જગ્યાએથી ચાંદીના દાગીના તેમજ ટેબલના ખાનામાંથી રોકડ રકમ હાથવગી કરી નાશી ગયા હતા. આ બનાવની સવારે જાણ થતા સીટી સી અને એલસીબી પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ નિરિક્ષણ કરી સીસી ટીવી ફૂટેઝ કબ્જે કર્યા હતા. જેમાં ચાર શખ્સોની હિલચાલ નજરે પડી હતી. પોલીસે ચારેય શખ્સોની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.


ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર શખ્સોએ કારનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ શખ્સો પોલીસના હાથે પકડાયા હતા. આ ટોળકીનો જવેલર્સની ચોરીમાં હાથ છે કે કેમ તેની ખરાઇ કરવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જવેલર્સની તિજોરીને ખોલવામાં નાકામ રહેતા મોટી ચોરીનો બનાવ બનતો રહી ગયો હતો. આ બનાવ અંગે જવેલર્સના માલિક દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં લાઈવ ચોરી : જવેલર્સને નિશાન બનાવી પાંચ શખ્સોએ આચરી ચોરી..જુઓ CCTV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here