દેવભૂમિ દ્વારકા : દાત્રાણા ગામના સરપંચ સહિતનાઓ જુગાર રમતા પકડાયા

0
1436

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દાત્રાણા ગામના સરપંચ સહિતના સખ્સોને ખંભાલીયા પોલીસે પકડી પાડ્યા છે. આ સખ્સો વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાલીયા તાલુકાના દાત્રાણા ગામે વાડી વિસ્તારમાં માંડણભાઈ રામભાઈ ચાવડા નામનો  સખ્સ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વાડીની ઓરડી અંદર તીન પતીનો જુગાર રમતા એભાભાઇ આલાભાઇ ચાવડા, રાયદેભાઇ સુકાભાઇ ચાવડા, આલાભાઇ કારાભાઇ કરંગીયા, સાજણભાઇ રામભાઇ લગારીયા રે તમામ દાત્રાણા, રાજુભાઇ ડાયાભાઇ પરમાર રે બેરાજા, સોમાતભાઇ કેશુરભાઇ ગોજીયારહે.રામનાથ સોસાયટી તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળા સખ્સોને પકડી પાડ્યા હતા.

પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧,૦૩,૫૦૦ની રોકડ, પાંચ મોબાઈલ, એક બાઈક સહીત રૂપિયા ૧,૩૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન અજીતસિંહ નાથુભા જાડેજા રહે.ભાતેલ ગામ તા.ખંભાળીયા નાશી ગયો હતો જયારે વાડી માલિક માંડણભાઇ રામભાઇ ચાવડા હાજર નહી મળતા બંનેને ફરાર દર્શાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here