જામનગર : મહાનગરપાલિકાના કર્મચારી અને પટ્ટાવાળા સહિતના સખ્સો જુગાર રમતા પકડાયા

0
841

જામનગર અપડેટ્સ : જામનગરમાં રણજીતસાગર રોડ પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલાં મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિત સાત શખ્સોને પકડી પાડ્યાં છે.

જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક, વિજય સોઢા સ્કૂલની પાછળ, શેરી નંબર-2માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રવીભાઇ પ્રાગજીભાઇ વાધેલા (રહે.રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 2 જામનગર), વિજયભાઇ પ્રાગજીભાઇ વાધેલા (રહે રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 2 જામનગર), રાહુલભાઇ વિજયભાઇ નારોલા (રહે રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 3 જામનગર), ખોડાભાઇ પ્રેમજીભાઇ વાધેલા (રહે રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 2 જામનગર), નરેન્દ્રભાઇ વિજયભાઇ નારોલા (રહે દિ પ્લોટ 39 પવનચચકી પાસે જામનગર), સાહિલભાઇ કાંતીભાઇ પરમાર (રહે રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 2 જામનગર), શૈલેષભાઇ ભરતભાઇ પરમાર (રહે રણજીતસાગર રોડ પટેલનગર શેરી નંબર 2 જામનગર) નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ તમામ શખ્સોના કબ્જામાંથી પોલીસે રૂા.10,260ની રોકડ કબ્જે કરી છે. આરોપી પૈકી રવિ મહાનગરપાલિકામાં નોકરી કરતો હોવાની તેમજ રાહુલ પણ પટ્ટાવાળા તરીકે તથા વિજય વાઘેલા પણ નોકરી કરતો હોવાનું જાહેર થયું છે. પોલીસે તમામ શખ્સોએ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here