જામનગર : જે ધંધામાં મબલખ આવક છે તે ધંધામાં થશે ગેંગ વોર ? જાણો કેમ ?

0
1577

જામનગર અપડેટ્સ  : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈ કાલે એક યુવાનને કારમાં આવેલ સખ્સે ધાક ધમકી આપી માર મારવાનો પ્રયાસ કરતા પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. વગર મહેનતે મબલખ કમાણી કરી આપતા રેતીના ધંધામાં અગાઉ પણ લોહી રેડાઈ ચુક્યું છે ત્યારે આ કારોબાર વધુ લોથ ઢળવાનું કારણ ન બને તે પૂર્વે પોલીસે કડક કાર્યવાહી કરી ગેંગ વોર તરફ દોરાતી પ્રવૃત્તિને અંકુશ મુકી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર લગામ કસવી જોઈએ.

રેતી-ખનીજ ઉત્ખનનની ફાઈલ તસવીર

જામનગરમાં શહેરની ભાગોળે ઠેબા ચોકડી દેવાંગ પેટ્રોલ પંપ્ સામે ગઈ કાલે બેઠેલ ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા રામસંગ સોઢા રહે. રામેશ્વરનગર માટેલ ચોક, મોમાઈ પ્રોવિઝન સ્ટોરની બાજુમા જામનગર મુળ ગામ વીજરખી તા.જી.જામનગર વાળા ૨૭ વર્ષીય યુવાનને કારમાં આવેલ મહોબતસિંહ અભેસંગ જાડેજા નામના સખ્સને આંતરી લઇ કહેલ કે જોડીયાવાળા સાથે કેમ સંબધ રાખે છે ? એ બધા મારા દુશ્મન છે. તેમ કહી બીભત્સ વાણી વિલાસ આચરવા લાગ્યો હતો જેને લઈને યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેની કારમાંથી એક લાકડાનો ધોકો કાઢી, યુવાનની નજીક આવી તેને મારી નાખવાની ધમકી આપી હતી. પરિસ્થિતિને પામી જઈ યુવાન નાશી છૂટ્યો હતો. દરમિયાન તેઓએ આ બનાવ અંગે આરોપી મહોબતસિંહ સામે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવાન રેતીના ધંધાર્થીને ત્યાં નોકરી કરે છે. જયારે આરોપી પણ પોતાનો રેતીનો ધંધો કરે છે. એક સમયના પાર્ટનર સાથે યુવાન નોકરી કરતો હોવાથી તેને પસંદ નહિ પડતા આરોપીએ ધાક ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ જ જગ્યાએ રેતીના ધંધાર્થે જ યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટના ઘટી છે જેથી  પોલીસે ગંભીર બની ગેંગ વોર તરફ દોરાતા ઠેબા ચોકડીના સ્થળ અને ધંધામાં જરૂરી રસ્તો કાઢી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શુદ્રઢ બને તેવી કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here