જામનગર : ચા-મસાલા-તમાકુના વ્યસનીઓને તંત્ર આપી શકે છે આંચકો, કારણ છે આવું

0
1580

જામનગર : રાજ્યમાં હાલ રાજકોટ અને જામનગર કોરોના હોટ સ્પોટ બની ગયા છે. આ બંન્ને જીલ્લાઓ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેકના કેસ સામે આવી રહ્યા છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લામાં તમાકુ-ચાની દુકાન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના  બોપલ વિસ્તારમાં તમાકુની દુકાન આજે બંધ જોવા મળી  હતી. ગુટખા અને પાનમસાલાના ઉત્સાહીઓ સવારથી જ પાન તમાકુ શોધી રહ્યા હતા.બીજી તરફ જામનગર અને રાજકોટની સ્ફોટક બનેલ સ્થિતિ માટે હાઈકોર્ટે સરકારને ટકોર કરી કોરોના નાથવા માટે પ્રયત્નો કરવા કહ્યું છે. આ બંને જીલ્લામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું પણ સ્પષ્ટ કરી અમદાવાદ મોડેલ પર કામ કરવા પણ તાકીદ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પાન-બીડી અને તમાકુ તથા ચાની દુકાન બન્ધ કરવાના નિર્ણય બાદ જામનગર અને રાજકોટમાં પણ આ નિયમ લાગુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવે તો જામનગરના અનેક વ્યસનીઓને લોકડાઉન વખતેની મુશ્કેલીનો સામનો કરવો પડશે એમાં બે મત નથી. જો કે કોરોનાને રોકવા આ કાર્યવાહી ચોક્કસથી જરૂરી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here