જામનગર : પૈસાની લેતી બાબત બની યુવાનની આત્મહત્યાનું કારણ, કેમ ? જાણો

0
757

જામનગર અપડેટ્સ : જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં ડ્રાઇવીંગ કરતા યુવાને પૈસાની લેતી-દેતી બાબતે માઠુ લાગી જતા યુવાને ગળાફાસો આપઘાત કરી લીધો છે. આ બનાવના પગલે ક્ષત્રિય પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

શહેરના રાંદલનગર વિસ્તારમાં હાઉસીંગ કવાર્ટરની બાજુમાં રહેતા અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.42)નામના ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવાને ગઇકાલે બપોરે પોણા બે વાગ્યાના સુમારે પોતાના ઘરે બાથરૂમમાં ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગીરીરાજસિંહ ઉર્ફે શનિએ જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે રાંદલનગર પહોંચી મૃતકનો કબ્જો સંભાળી મૃતદેહને જી.જી.હોસ્પિટલ ખસેડયો હતો. આ બનાવની મૃતકના પુત્ર ગીરીરાજસિંહએ પોલીસમાં નોંધ લખાવી હતી.જેમાં પૈસાની લેતી-દેતી બાબતે માઠુ લાગી જતા તેઓએ આ પગલુભર્યુ હોવાનું જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ દફતરનાં સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here