જામજોધપુર : ૯ મહિલાઓ તીનપતી રમતા પકડાઈ, પોલીસ દરોડો વધુ એક વિવાદ જગાવશે ?

0
3304

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે તીરૂપતિ સોસાયટીમાં દરોડો પાડી સ્થાનિક પોલીસે બંધ બારણે જુગાર રમતી નવ મહિલાઓને પકડી પાડી છે. પોલીસે નવેય મહિલાઓના કબજામાંથી રૂપિયા સાડા તેર હજારની રોકડ કબજે કરી છે. જો કે સુત્રોનું માનવામાં આવે તો જુગાર ફિલ્ડમાં ખુબ જ મોટી રકમ હતી પરંતુ પોલીસ ચોપડે માત્ર મામુલી રકમ દેખાડી છે. સત્ય જે હોય તે પણ જામજોધપુર અને એલસીબી પોલીસ જુગાર અને જુગારની રકમને લઈને અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા.

જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં સંસ્કાર સ્કુલ પાસે ચીત્રકુટ બગીચા સામેની ગલીમા આવેલ ભારતીબેન પ્રફુલભાઇ માકડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓ  બોલાવી જુગાર રમાડતી હોવાની સ્થાનિક પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેને લઈને પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે મકાન માલિક ભારતીબેન પ્રફુલભાઇ અરજણભાઇ માકડીયા, નીર્મળાબેન  અરવીંદભાઇ રવજીભાઇ સાપરીયા રહે ખરાવાડ જામજોધપુર, જીગ્નાસાબેન સુભાષભાઇ વીરજીભાઇ વીરમગામા રહે સુભાષરોડ જામજોધપુર,  વર્ષાબેન બીપીનભાઇ હરીદાસભાઇ નેનુજી રહે તીરૂપાતિ સોસાયટી જામજોધપુર, પ્રજ્ઞાબેન મનોજભાઇ ગોરધનભાઇ રાયચુરા રહે જલારામ આવાસ જામજોધપુર, ગીતાબેન હીરેનભાઇ જગજીવનભાઇ સુબા રહે જલારામ આવાસ જામજોધપુર, ઇનાબેન વિજયભાઇ જીવરાજભાઇ સીણોજીયા રહે ચીત્રકુટ સોસાયટી બગીચાની સામે જામજોધપુર, હીનાબેન સુનીલભાઇ હરીભાઇ જાગાણી, નીશાબેન મીતુલભાઇ કાન્તીભાઇ કાલરીયા રહે માકડીયા વાડી પેલી શેરી સમાજવાડી બાજુમા જામજોધપુર વાળી મહિલાઓને ગંજી પતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરતી પકડી પાડ્યા છે. પોલીસે તમામ મહિલાઓના કબ્જામાંથી રૂપિયા ૧૩,૬૭૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કારણ કે બંધ બારણે જુગાર રમતી મહિલાઓ પાસે સાડા તેર હજારની રકમ ન જ હોય, સુત્રોનું માનવામાં આવે તો આ વખતે  પણ પોલીસે કુંડલીમાં ગોળ ભાંગી  લીધો છે. જુગાર અને જામજોધપુર પંથકને પુરાણો નાતો હોય તેમ અવારનવાર જુગાર અને જુગારના દરોડાને લઈને પોલીસ વિવાદમાં આવતી રહી છે. સુત્રોએ તો એવો દાવો કર્યો છે કે ઉચ્ચ અધિકારીઓ ખાતાકીય તપાસ કરાવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.વાસ્તવિકતા જે હોય તે પણ જામજોધપુર  પંથક જુગારને લઈને વધુ  એક વખત વગોવાયું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here