આજે રોકડા કાલે ઉધાર : મતવા ગામે દુકાનમાં તોડફોડ કરી દુકાનદાર પિતા-પુત્ર હુમલો

0
284

જામનગર અપડેટ્સ : જામનગર તાલુકા મતવા ગામે એક દુકાને મસાલો ખરીદ્યા બાદ ઉધાર રાખવા બાબતે ત્રણ પિતા પુત્રોએ માથાકૂટ કરી, દુકાનદાર પિતા-પુત્રને માર મારી, દુકાનમાં તોડફોડ કરી નુકસાની પહોચાડી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગર તાલુકાના મતવા ગામે સોનલકૃપા પાન સેન્ટર નામની દુકાને હિતેષ કેશુભાઈ વાળા, તેના પિતા કેશુભાઇ વાળા, સાગર અને રાહુલ નામના પિતા પુત્રોએ દુકાનદાર વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ મુળજીભાઇ વિંજુડા અને તેના પુત્ર ગૌતમ પર લાધી વડે હુમલો કર્યો હતો. જેમાં વિનોદભાઈને મુંઢ ઈજાઓ તેમજ તેના પુત્ર ગૌતમને ડાબા હાથની ટચલી આંગળીમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીઓએ દુકાનમાં તોડફોડ કરી નુકસાની પહોચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ વિનોદભાઈએ પંચકોશી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી હિતેષ કેશુભાઇ વાળાએ ગૌતમની દુકાનેથી મસાલો લઇ પૈસા નહી આપતા પુત્રએ તેના પિતાને બોલાવ્યા હતા. જેને લઈને દુકાને પહોચેલ પિતા ગૌતમભાઈ એ આરોપી હિતેશ પાસે અગાઉના બાકી પૈસા માંગયા હતા. જેને લઈને આરોપી ઉશ્કેરાઇ જઇ તેને જેમ ફાવે તેમ ભુંડીગાળો બોલી, તેના ભાઇઓ સાગર અને રાહુલ તથા તેના બાપુજી કેશુભાઇને ફોન કરી બોલાવી લીધા હતા. સ્થળ પર પહોચેલ પિતા પુત્રોએ મારામારી કરી હતી. આ બનાવ અંગે પંચકોશી એ ડીવીજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here