જામનગર : બાઇક અથડાવી લૂંટ ચલાવતી ટોળકી સામે આખરે ફરિયાદ,કેવી છે મોડેસ ઓપરેન્ડી

0
382

જામનગર અપડેટ્સ : જામનગરમાં સુમેર કલબ રોડ પર સુમેર કલબ ગેઇટની સામે એક યુવાનને  આંતરી લઇ બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ બિભત્સ વાણી વિલાસ આચરી રૂા.બે હજારની લુંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હોવાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.


ધ્રોલ તાલુકા મથકે ખારવા રોડ પર રામપાર્કમાં રહેતા નવઘણ ભુપતભાઇ સોલંકી ગત તા.24મી ના રોજ જામનગરમાં આવ્યા હતા. દરમ્યાન તેઓ પોતાનું મોટરસાયક લઇ વૃદ્ધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસથી પવનચક્કી તરફ જઇ રહ્યા હતા ત્યારે સુમેર કલબ ગેઇટ સામે પહોંચતા પાછળથી ત્રણ અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સોએ પાછળથી ઠોકર મારી દીધી હતી. દરમ્યાન ત્રણેય શખ્સોએ બિભત્સ વાણી વિલાસ આચરી, ધાક-ધમકી આપી રૂા.પાંચ હજારની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે આ ત્રણેય શખ્સોએ નવઘણના ખિસ્સામાંથી  રૂા.બે હજારની લુંટ ચલાવી હતી. પોલીસે આ બનાવ અંગે ત્રણેય અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here