જામનગર: સીનીયર સિટીજન વચ્ચે યોજાઈ રાજ્ય કક્ષાની ક્રિકટ ટુર્નામેન્ટ

0
647

જામનગરમાં રાજ્ય કક્ષાની સીનીયર સીટીજન ટેનીસ બોલ ક્રિકટ ટુર્નામેન્ટનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. રાજકોટ અને સુરેન્દ્રનગરની બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં રાજકોટની ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને ઇનામ અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ વ્યવસ્થા રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરથી કરવામાં આવી હતી. નિવાસથી માંડી ભોજન અને પ્રવાસ ખર્ચ સુધીની સવલત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર દ્વારા જામનગર ખાતે રાજ્યકક્ષાની સિનીયર સિટીઝન ટેનીસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૭ થી ૦૯ માર્ચ-૨૦૨૨ દરમ્યાન ધનવંતરી મેદાન, જામનગર ખાતે ત્રણ દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી.

જેમાં જુદા-જુદા ૧૨ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલ તમામ ટીમને સરકાર દ્વારા નિવાસ, ભોજન તથા પ્રવાસ ખર્ચ ચુકવવામાં આવ્યું હતું. લીગ મેચ બાદ રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોએ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. તા.૯મીના રોજ યોજાયેલ આ સ્પર્ધાની ફાઈનલ મેચમાં રાજકોટ શહેરની ટીમે સુરેન્દ્રનગરની ટીમને પરાજય આપી ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને ઇનામ-ટ્રોફી આપવામાં આવ્યા હતા.
                                                                                                                                                                                                                                                                             

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here