જામનગર : સરકારના રસીકરણ અભિયાન સામે સરપંચ એસો. કેમ ખફા ? જાણો

0
360

જામનગર : જામનગર શહેરમાં રસીકરણનો અન્ય તબ્બકો શરુ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામ્ય સ્તરે પ્રથમ તબ્બકો પૂર્ણ કર્યા બાદ બીજા તબક્કાની અમલવારી કરવા સરપંચ એસોસિએશનએ માંગ કરી છે.

જામનગર જીલ્લા સહીત રાજ્યભરમાં ૧૮ વર્ષની ઉપરની વય ધરાવતા વ્યક્તિઓ માટે કોરોના વેક્સીનેશન પીરીયડ શરુ થયો છે. જો કે આ તબ્બકામાં વેક્સીનની અછત ઉભી થઇ હોવાની  વ્યાપક ફરિયાદો નોંધાઈ છે. આવા સમયે  જામનગર તાલુકાના ગામડાઓમાં પ્રથમ ડોઝના પણ ફાફા પડ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. તાલુકા સરપંચ એસોએ ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવાની માંગણી કરી છે. આ પીરીયડ પૂરો થયા બાદ ૧૮ વર્ષની વયમર્યાદાને ધ્યાને લેવા માંગણી કરી છે. પ્રથમ ડોઝની રસી પૂરી પાડવા સરપંચ એસોના પ્રમુખ મહેસભાઈ બરારીયા સહીત તાલુકાભરના સરપંચોએ માંગણી કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here