ખંભાલીયા : ઈન્સ્ટામાં એકાઉન્ટ છે ? તો આવો કિસ્સો તમારી સાથે પણ થઇ શકે

0
623

જામનગર : સોશ્યલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ ? આ વિષય પર અનેક ચર્ચાઓ અને પરીસંવાદ યોજાઈ ગયા, જેમાં એક જ બાબત સામે આવી છે સારા રસ્તે ઉપયોગ કરવામાં આવે તો સોશ્યલ મીડિયા આશીર્વાદરૂપ સાબિત થાય પરંતુ ખરાબ રસ્તો પસંદ કરવામાં આવે તો પરિણામ પણ ખરાબ જ હોય, જે અન્ય સુજ્ઞ નાગરીકો માટે પણ અભિશાપ પુરવાર થાય છે. આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતેથી સામે આવ્યો છે.

ખંભાલીયામાં દ્વારકેશ સ્કુલ પાસે, શ્રીરેશ્વનગર, શક્તિનગર વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ પરાગભાઇ કણઝારીયા નામના યુવાનના ઇન્સ્ટાગ્રામ માં પોતાનું itzz_kalpesh_4 નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવે છે. આ એકાઉન્ટના નામને ભળતું એકાઉન્ટ tzz_kalpesh_kanjariya નામથી  પ્રફુલભાઇ રાજેશભાઇ નકુમે પણ એકાઉન્ટ શરુ કર્યું હતું. પ્રફૂલે આ એકાઉન્ટ દ્વારા બદનામ કરવાના ઇરાદાથી કલ્પેસ અને તેના મિત્રોના એકાઉન્ટ પર જેમ ફાવે તેમ અશ્લીલ ગાળૉ લખેલ મેસેઝ દ્વારા મોકલાવ્યા હતા. આરોપીએ કલ્પેશભાઈના રાજકોટ સાસરે રહેતા બહેનના નણંદને અને ભીવંડી રહેતા ભાઈ-ભાઈને પણ આરોપીએ આ જ એકાઉન્ટમાંથી ખરાબ મેસેજ મોકલ્યા હતા. જેને લઈને યુવાને આરોપી પ્રફુલ સામે ખંભાલીયા પોલીસમાં આઈપીસી કલમ ૫૦૧,૫૦૪ તથા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટ-૨૦૦૦ ની કલક.૬૬(સી),૬૭ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here