જામનગર : અમદાવાદમાં થયુ એવું અહી થાય તો ઘણા પોલીસકર્મીઓ ઘર ભેગા થાય, શું થયું ત્યાં ? જાણો

0
751

જામનગર : તાજેતરમાં અમદાવાદ એલસીબીએ દરોડો પાડી એક ફાર્મ હાઉસમાંથી ક્રિકેટનો સટ્ટો પકડી પાડ્યો હતો. આ સટ્ટાની વિધિવત ફરિયાદ નોંધાયા બાદ એસપીએ ખાતાકીય તપાસ કરાવતા પીએસઆઈ સહિતનાઓની બેદરકારી સામે આવી હતી જેને લઈને એસપીએ પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આખરે કેવી બેદરકારી રાખવામાં આવી હતી દરોડા દરમિયાન ? જાણીએ વિસ્તારથી

અમદાવાદ એલસીબીએ તાજેતરમાં જિલ્લા LCBની ટીમના PSI એમ.પી.ચૌહાણ અને અન્ય પોલીસકર્મીઓએ બોપલ વિસ્તારમાં આરોહી-2 ખાતે આવેલા એક ફાર્મહાઉસમાં દરોડો પાડયો હતો. જેમાં ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર સટ્ટો રમતાં બે શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જે વ્યક્તિનું આઈડી હતું તે વજેશ પ્રજાપતિ નામના સખ્સ સહિત ત્રણ સખ્સોને ફરાર દર્શાવવામાં આવ્યા હતા. જો કે  પાછળથી એવી ચર્ચાઓ વ્યાપક બની હતી કે દરોડા દરમિયાન જે સખ્સો હાજર હતા તેને જાણી જોઈને ફરાર દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને જીલ્લા પોલીસ વાળા વીરેન્દ્ર યાદવે ખાતાકીય તપાસ સોપી હતી. જેમાં આ વાતની સત્યતા સામે આવતા એસપી યાદવે પીએસઆઈ મેહુલ ચોહાણને સસ્પેન્ડ કરી દીધા છે જયારે અન્ય એક પોલીસકર્મી સામે પગલા તોળાઈ રહ્યા છે. અમદાવાદમાં થઇ એવી જ કાર્યવાહી જામનગર પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવી છે. જેમાં અનેક દરોડા દરમિયાન શંકાસ્પદ બાબતો સામે આવતી રહી છે. જે સખ્સો જેમાં પન્ટરો અને બુકીઓનો સમાવેશ થાય છે. આવા સખ્સોની સામે પોલીસે ક્યારે અટકાયતી કે ધરપકડ સુધીના પગલાં ભર્યા તે સામે આવતું જ નથી. દરોડા દરમિયાન કામગીરી કર્યાના ફોટા પ્રસાર પ્રસાર માધ્યમોમ હવે તો ખુદ પોલીસ જ આપી દ્યે છે. પરંતુ તપાસ દરમિયાનબુકીઓ અને પન્ટરો સામેની કાર્યવાહી ક્યારેય સામે આવી નથી. ત્યારે જામનગરમાં આવી રીતે તપાસ કરવામાં આવે તો અનેક પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી શકે એમાં શંકાને કોઈ સ્થાન નથી એવી ચર્ચાઓ પણ વ્યાપક બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here