જામનગર : 12 દિવસમાં ૨૪ ચોરી આચરનાર સરદારજી ઝડપાયો

0
1035

જામનગર શહેર-જીલ્લામાં બે ડઝન ચોરીઓ આચરનાર અને પોલીસની ઊંઘ હરામ કરી દેનાર સીકલીગર ગેંગના એક સાગરિતને દબોચી લીધો છે. આ સખ્સના કબ્જામાંથી એક ગેસ સીલીન્ડર અને એક ટીવી કબજે કર્યું છે. અન્ય સાગરીતો સુધી પહોચવા એલસીબીએ તપાસ શરુ કરી છે.

સપ્તાહ પૂર્વે સ્વામીનારાયણ નગરમાં ડીમ્પલબેન ડાભી, પુજાબેન પરમારના મકાનમાં ખાબકી રૂપિયા સવા લાખની રોકડ ઉપરાંત દાગીનાની ચોરી આચરવામાં આવી હતી.  આ ચોરીમાં સીકલીગર ગેંગની સંડોવણી હોવાનુ સામે આવતા જ એલસીબીએ ગુલાબનગર વિસ્તારમાં વિભાપર રોડ પર રહેતા સૂરણસિંગ રતનસિંગ સરદારને પકડી પાડ્યો હતો. આ ચોરી સુરણસિંગ ઉપરાંત આરોપી સુરણસીંગ રતનસીંગ સરદારજી,  જોગીન્દરસીંગ ઉર્ફે કબીર સંતોષસીંગ,  ભીલસીંગ રતનસીંગ ટાંક, સુનીલસીંગ પાનસીંગ બાવરે મળી જામનગર શહેરમાં નવાગામ ઘેડ, સ્વામીનારાયણનગર, રામેશ્વરનગર વિગેરે વિસ્તારમાં આવેલ અલગ ૧૧ સ્થળે મકાનના તાળા તોડી રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સોની કંપનીની એલઇડી ટીવીની ચોરી કરી હતી. જયારે આઠેક દિવસ પહેલા રાત્રી દરમ્યાન જામનગર શહેરમાં આવેલ એક મકાનના તાળા તોડી ઇન્ડેન કંપનીનો ગેસનો બાટલાઓની ચોરી કરી હતી.

તેમજ આશરે બારેક દિવસ પહેલા રાત્રીના ધ્રોલ ખાતે પેટ્રોલપંપની પાછળ, મહાલક્ષ્મી સોસાયટી તથા ધ્રોલ મુસ્લીમ વિસ્તારમાં તથા ધ્રોલ જોડીયા રોડ,જોડીયા નાકા પાસે આવેલ મકાનના તાળા તોડી અલગ અલગ પાંચ મકાનમાથી રોકડ રૂપીયા તથા અન્ય મુદામાલ ની ચોરી કરેલ હતી

આ ઉપરાંત અગીયારેક દિવસ પહેલા રાત્રી દરમ્યન જામનગર તાલુકાના સિકકા ટાઉનમાં અલગ અલગ બે સોસાયટીમાં તથા નાની ખાવડીમાં એક મકાન મળી ત્રણ મકાન ના તાળા તોડી તેમાંથી રોકડ રૂપીયા તથા કરીયાણાની ચીજવસ્તુની ચોરી કરેલ હતી

જ્યારે અગીયારેક દિવસ પહેલા રાત્રીના જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર એસ્સાર પંપની બાજુમાં તથા કાલાવડ નાકા રોડ ઉપર આવેલ બે મકાનના તાળા તોડી તેમાંથી રોકડ રૂપીયાની ચોરી કરી હતી.

આ ચોરીઓમાં આરોપીઓ સુરણસીંગ રતનસીંગ સરદારજી, જોગીન્દરસીંગ ઉર્ફે કબીર સંતોષસીંગ બોન્ડ ભીલસીંગ રતનસીંગ ટાંક અને સુનીલસીંગ પાનસીંગ બાવરે વિગેરે ની સંડોવણી ખુલવા પામેલ છે. આ ગેંગ સુધી પહોચવા એલસીબીએ ચક્રોગતિમાન કર્યા છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઇ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા,  બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઈ વસરા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રધુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ એસ.જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા,લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here