જામનગર રેલવે સ્ટેશનમાં એક યાત્રી મોટી ટ્રોલી બેગ ભૂલી ગયા

0
464

જામનગર : જામનગર રેલવે સ્ટેશનમાં ગઈ કાલે સૌરાષ્ટ્ર મેઈલમાંથી ઉતરેલ પ્રવેશી મોટી ટ્રોલી બેગ ભૂલી ગયા બાદ આ બેગ આરપીએફ જવાનની નજરે ચડી હતી. જે બેગ જે તે પ્રવાસીને પરત કરી જવાને પ્રશંસનીય અને પ્રામાણિકતા પૂર્વકની ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકોટ ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ – ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ હોય છે. રાજકોટ ડિવિઝનના ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ક્રમમાં તાજેતરમાં 11 ડિસેમ્બર, 2021ના રોજ જામનગર સ્ટેશન પર તૈનાત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર સિંઘને પ્લેટફોર્મ નં. 01 ના રોજ, એક મોટી કાળા રંગની ટ્રોલી બેગ મળી આવી હતી. આ બેગ પર માલિકનો કોઈ સંપર્ક નંબર લખવામાં આવ્યો ન હતો. કોઈ માલિક નહિ મળતા તેઓએ આ બેગ આરપીએફ ઓફિસમાં જમા કરાવી હતી. થોડા સમય પછી જૈહાદ અડવાણી નામનો વ્યક્તિ આરપીએફ ઓફિસે આવ્યો અને તેણે જણાવ્યું કે મુંબઈ સેન્ટ્રલથી જામનગર જતી ટ્રેન નંબર 22945 (સૌરાષ્ટ્ર મેલ)માં મુસાફરી કર્યા બાદ તે જામનગર સ્ટેશન પર ઉતાવળમાં બેગ ભૂલી ગયો હતો. આવેલ વ્યક્તિ જ બેગનો માલિક છે કે કેમ ? તેની ખરાઈ કરી, સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, ટ્રોલી બેગ અને તેનો તમામ સામાન, જેની કિંમત લગભગ 8000 રૂપિયા હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. નોંધનીય છે કે વર્ષ 2021માં રાજકોટ ડિવિઝનમાં રેલ્વે કર્મચારીઓની મદદથી અત્યાર સુધીમાં 35 મુસાફરોનો સામાન, જેમાં મોબાઈલ, દાગીના અને રોકડનો સમાવેશ થાય છે તે મુસાફરોને સલામત રીતે સોંપવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂ. લગભગ 4.3 લાખ રૂપિયા છે.
જામનગર આરપીએફના પ્રશંસનીય કાર્યને લઈ એ ડિવિઝનલ રેલ્વે મેનેજર, રાજકોટ ડીવીઝન, અનિલ કુમાર જૈન અને ડીવીઝનલ સેફટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે સંબંધિત પ્રમાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here