જામનગર : ઘોડીપાસાની ‘લાખેણી’ ક્લબ પરથી આ નામચીન સખ્સો ફરાર, પાંચ પકડાયા

0
381

જામનગરમાં શંકરટેકરી, નવીનીશાળ પાછળ હાજી અબ્બાસભાઇ ખટ્બ જુમાં જાહેરમા ઘોડીપાસા પાસા ફેકી પૈસાની હારજીત કરી જુગાર રમતા છ સખ્સોને સીટી સી ડીવીજન પોલીસે આંતરી લઇ રોકડ સહીત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન છ સખ્સો ફરાર થઇ ગયા હોવાનું જાહેર થયું છે.


જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ઘોડી પાસાનો જુગાર રમતો હોવાની હકીકતના પગલે સીટી સી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં હાજી અબ્બાસભાઇ ખફી જાતે સુમરા ઉ.વ.30 ધંધો મજુરી રહે. શંકરટેકરી,નવી નીશાળ પાછળ જામનગર, કૌશીક પ્રવીણભાઇ ધંધુકીયા જાતે પ્રજા પતી ઉં.વ. ૨૪ ધંધો મજુરી રહે. શંકર ટેકરી કાદરી ચૌક જામનગર, અસહ્મભાઇ સતારભાઇ ઓડીયા જાતે પીંજા રા ઉ.વ.૪૭ ધંધો ટ્રાન્સપોર્ટ રહે. રણજીતરૌડ લંઘાવાડ ઢાળીયા અલુ પટેલ ના ઘરની સામે જામનગર, અલ્તાફ મામદભાઇ બકાલી જાતે-મૈમણ ઉ,વ, ૪૩ ધંધો બકાલાનો રહે, દરબારગઢ યુનો મેડીકલ વાની શૈરી દરબારગઢ ચૌકી ની બાજુમાં જામનગર, મોહીનુદીન હબીબભાઇ સચડા જાતે વાઘેર ઉ.વ. ૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે. વાઘેરવાડો બાલમંદીર ની પાસે વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. આ સખ્સોના કબજામાંથી પોલીસે રૂપિયા રોકડા રૂ.૬૭,૩૦૦ અને છ મોબાઈલ રૂપિયા ૩૨,૫00 સહીત રૂપિયા ૯૯,૮00નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે દરોડા દરમિયાન અલતાફ ઉર્ફે પપ્પ કાસમભાઇ ખફ્રી રહે-શંક્રર ટેકરી જામનગર તથા લાખા દલું ઘારાણી રહેમહાદેવનગર, સબીર ઉર્ફે સબલો અબ્બાસભાઇ ખફી રહે-શંકર ટેકરી જામનગર, અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે રહે. દીપ્લોટ -૫૮ વીશ્રામ વાડી જામનગર, બસીર ઉર્ફે બસલોબાડો અબાસ સુમરા રહે-શંકર ટેકરી જામનગર મુન્નો ઉર્ફે મુન્નો માટલી વાળો રહે.જામનગર અને સાદીક કાસમ સંદતી રહે શંકર ટેકરી ગૌસપાક ચોકમાં જામનગર વાળા સખ્સો નાશી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહી સીટી સી ડીવી પી, સ્ટે ના પીઆઈ કે એલ ગાધે તથા પો.હેડ કોન્સ. હીતેષભાઇ ખોડુભાઇ ચાવડા તથા પો. હેડ, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પો. હેડ કોન્સ. જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો હેડ કૅન્સ પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી તથા પો.કોન્સ. વિજયભાઇ ડાયાભાઇ કારેણા તથા પો.કોન્સ. પ્રદીપસિંહ નીર્મળસિંહ રાણા તથા પો.કોન્સ. હીંતરાભાઇ જગદીશભાઇ મકવાણા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ મહીપતસિફ જાડેજા તથા પૌ કોન્સ. વિજયભાઇ બળદેવભાઈ કાનાણી તથા પૌ કૉન્સ. રવિભાઈ ગોવિંદભાઇ શર્મા સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here