જામનગર : મહિલાને કેવી રીતે નિશાન બનાવી તસ્કર મહિલાએ ?

0
446

જામનગરમાં બસ સ્ટેશનમાં છાસ વારે મુસાફરોના ખિસ્સા કપાતા આવ્યા છે. આ સિલસિલો યથાવત રહેતા વધુ એક મહિલાનું પર્સ ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. રોકડ અને સોનાના દાગીના ભરેલ પર્સને ગઠીયો સીફ્તતા પૂર્વક ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે સીટી એ ડીવીજન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરી કરનાર મહિલાને પકડી પાડી દાગીના અને રોકડ કબજે કર્યા છે.

જામનગરમાં એસ.ટી ડેપો ખાતે મુસાફરી અર્થે આવેલ દીવ્યાબેન નીતેષભાઇ કરથીયા રહે ભાણવડ સગર સમાજની પાછળ બ્લોક નં-૦૪ રણજીતપરા તા-ભાણવડ જી-દેવભુમી દ્વારકા વાળી મહિલા બે દિવસ પૂર્વે બપોરે અગ્યારથી બાર વાગ્યા દરમિયાન એસટી ડેપો પર હતી ત્યારે કોઈ તસ્કર તેણીનું પર્સ ચોરી કરી ગયો હતો. રોકડ રૂપીયા ૨૧૦૦ તથા રૂપિયા ૫૦ હજારની કીમતનો પેન્ડલ સહિતનો એક સોનાનો ચેઇન હાથ વગો કરી તસ્કર નાશી ગયો હતો. આ બનાવની ખબર પડી ત્યારબાદ મહિલાએ સીટી એ ડીવીજન પહોચી અણજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

જેને લઈને સીટી એ ડીવીજન પોલીસે નીદીયાબેન બાબુભાઈ પરમાર નામની મહીલાને આંતરી લીધી છે. પોલીસ એસટી બસ સ્ટેશન અને આજુબાજુના સીસીટીવી ફૂટેઝ ચેક કરતા આ મહિલાની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. મહિલાએ ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત કરી દાગીના અને રોકડ રકમ કાઢી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here