ગ્લોરી :દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન મઝાર-એ-બદરીને એવોર્ડ

0
811

દાઉદી વ્હોરા સમાજના ધર્મસ્થાન એવા જામનગર સ્થિત મઝાર-એ-બદરીને એશિયા, આફ્રિકા ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા એશિયા-આફ્રિકા હોલ ઓફ ફેમનો એવોર્ડ આપવામાં આવ્યો છે.


સમગ્ર વિશ્ર્વમાંથી દર માસે આશરે દસેક હજાર લોકો શહેરના આ ધર્મ સ્થાને દર્શન માટે આવે છે. અહીની શ્રેષ્ઠ સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ એનાયત થયો છે. આશરે 350 વર્ષ જુના આ ધર્મ સ્થળ વ્હોરા સમાજનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. અહીં 300 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું બે લાખ ફૂટ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ એક લાખ ફૂટ જગ્યામાં 400 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી બહારગામથી આવનાર શ્રદ્ધાળુને રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
આ ઉપરાંત હાઇર્જેનિક ફૂડ-ખોરાક- પીરસવામાં આવે છે. શાંતિમય વાતાવરણથી શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી શાંતીનો અનુભવ કરે છે. આ તમામ સુવિધાને ધ્યાને રાખીને એશિયા-આફ્રિકા હોલ ઓફ ફેમનો જામનગરના મઝાર એ બદરીને ગોવામાં આયોજીત કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here