જામનગર : શહેરના આ છ ટ્રાફિક પોઈન્ટનું ખાસ ધ્યાન રાખજો, નહીતર થશે આવી કાર્યવાહી, પણ પ્રશ્ન છે આવો

0
1373

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં ઈ-ચલણ સીસ્ટમની ખાસ અમલવારી માટે તંત્ર વધુ સક્રિય બન્યું છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને ઈ-ચલણ વ્યવસ્થા વધુ સચેત બને તે માટે કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના છ પોઈન્ટ પર ખાનગી વાહનો માટે અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહીની  જોગવાઈ કરવામાં આવી છે.

જામનગર કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય મહિનાઓથી શહેરમાં VISWAS ( વિડીઓ ઇન્ટરગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ્ડ સીક્ર્યુરીટી ) પ્રોજેક્ટ અનુસંધાને જામનગર સહિત રાજ્યભરમાં સર્વેલન્સ એન્ડ ઇન્ટરગ્રેટેડ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમની સ્થાપના કરી  છે. જેને લઈને જામનગરમાં ૭૭ લોકેશન પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી કાર્યરત કરી દેવામાં આવી છે.

આ સીસ્ટમને જેને લઈને કલેકટર દ્વારા વધુ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જે મુજબ જામનગર શહેરમાં અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી , ડીકેવી સર્કલ, બેડી નાકા, હનુમાન ગેઇટ, સંતોષી માં મંદિરથી  ચારેય દિશામાં ૩૦ મિટર સુધી ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગર, જીપ, છકડો રીક્ષા, મેટાડોર, પ્રાઇવેટ કાર વગેરે પ્રકારના વાહનો  ઉભા નહી રાખવા સૂચિત કરાયા છે. જો કે સરકારી વાહનો અને સરકારની એજન્સી સાથે સંકળાયેલ વાહનો અને પાર્કિંગ ફાળવવામાં આવેલ વાહનોને મુક્તિ આપવામાં આવી છે. પાંચ દિવસ પૂર્વે બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની અમલવારીનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

હાલ કાર્યરત ઈ-ચલણ સીસ્ટમ ગેર કાયદેસર છે ????

છેલ્લા છ મહિના ઉપરાંત સમયથી જામનગરમાં  સર્વેલન્સ એન્ડ ઇન્ટરગ્રેટેડ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમ અન્વયે ૭૭ લોકેશન પૈકી મોટા ભાગના સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આજ દિવસ સુધીના સમયગાળામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-ચલણ આપી દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ત્યારે ચાર દિવસ પૂર્વે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંમાં ‘સર્વેલન્સ એન્ડ ઇન્ટરગ્રેટેડ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમ ઈ-ચલણ સીસ્ટમ શરુ થનાર છે’ એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

જો તંત્ર ઈ-ચલણ સીસ્ટમ હવે જ શરુ કરવા જઈ રહ્યું હોય તો લાખો રૂપિયાનો વાસુલાયેલ દંડ ગેરકાયદેશર રીતે વસુલાયો છે. હજારો વાહન ચાલકોને ઘરે મોકલવામાં આવેલ ઈ-ચલણ શું ગેર કાયદેસર રીતે મોકલવામાં આવ્યા છે ? કલેકટરે આ બાબત સ્પષ્ટ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here