કોબ્રા કમાન્ડોના મૃત્યુનું રહસ્ય ઘેરું બન્યું, MP પોલીસે દફનવિધિ કેમ કરી ?આવો છે સમગ્ર બનાવ

0
1076

જામનગર અપડેટ્સ : બિહારમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા કોડીનારના જવાન દિવાળી તહેવાર મનાવવા ઘરે પહોચે તે પૂર્વે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના રતલામ પાસેથી મળી આવ્યો હતો. એમપી પોલીસે કોડીનાર રહેતા જવાનના પરિવારજનો સાથે વોટ્સએપથી ફોટા મોકલી  ઓળખ મેળવી, દફનવિધિ કરી નાખતા આશ્ચર્ય સર્જાયુ છે. જવાન ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ કારણ બહાર આવે તે પૂર્વે જ દફનવિધિ થઇ જતા પરિવારજનોમાં રોષ  ફેલાયો છે.

ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર ખાતે રહેતા પરિવારના અજીતસિંહ પરમાર નામના સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા જવાન ગત તા. ૧૨મીના રોજ વિધીવત રજા લઇ વતનમાં દિવાળી કરવા આવી રહ્યા હતા. દિલ્લી-વડોદરા રાજધાની ટ્રેનમાં મુસાફરી કરી રહેલ આ જવાનનો મૃત્દેહ ગઈ કાલે મધ્યપ્રદેશના રતલામ રેલ્વે સ્ટેશન નજીકના ટ્રેક પરથી મળી આવ્યો હતો. જયારે તેનો સામાન વડોદર સ્ટેશન પરથી મળી આવ્યો હતો.

તા. ૧૨મીનાં રાતથી  સંપર્ક વિહોણા બનેલા જવાન અંગે પરિવારજનોએ ચિત્તિત થઇ પરિવાર જનોએ રેલ્વે મંત્રી ગોયલને ટ્વીટ કરી જાણ કરી હતી. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યુ હતું. જવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પરિવારજનોને વોટ્સએપ કરી, અજીતસિંહના મૃતદેહના ફોટોગ્રાફ  મોકલી ઓળખ કરી લીધી હતી અને પરિવારજનો એમપી પહોચે તે પૂર્વે જ કલાકોમાં જ જવાનની દફનવિધિ પણ કરી નાખી હતી.જેને લઈને પરિવારજનોમા રોષ ફેલાયો છે.

બિહારથી ટ્રેન વાટે કોડીનાર આવતા અજિતસિંહે 3 નવેમ્બરે રાતે 11 વાગ્યે પોતાની મંગેતર હીનાબેન સાથે મોબાઈલ ફોનથી વાત કરી હતી થોડી વાર વાત કરી સવારે ફોન કરવાનું કહી ફોન કાપ્યો હતો. દરમિયાન સવારે નવેક વાગ્યે તેની મંગેતરે ફોન કરતા ફોન લાગ્યો ન હતો. દરમિયાન પરિવાર પર આભ ફાટી પડ્યો હતું. એકાએક જવાનના મૃત્યુને લઈને રહસ્ય સર્જાયું છે તે એમપી પોલીસની કાર્યવાહીને લઈને વધુ ઘેરું બન્યું છે.

સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો શું છે. ???

કોબ્રા એટલે કમાન્ડો બટાલિયન ફોર રીસોલ્યુટ એક્શન. આ એજ એવી બટાલિયન છે જે નક્સલીઓ સામે ગોરિલા ફાઈટ કરે છે. કોબરા બટાલીયનને 10 યુનિટમાં વહેંચવામાં આવી છે જેને નકલસગ્રસ્ત રાજ્યોમાં તેનાત કરવામાં આવે છે. ગેરીલા યુદ્ધમાં નિષ્ણાત એવા કોબરાની એક બટાલીયનના એક યુનિટમાં 1300 કમાન્ડો હોય છે. કોબરા કમાન્ડો બનવા માટે ખાસ પ્રકારની 3 મહિનાની ટ્રેનીંગ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here