સંસ્કૃતિ: તહેવાર વચ્ચે આવતો ‘ધોકો’એ આપણી સનાતન પરંપરા છે, સ્વીકાર કરો મજાક નહી

0
920

જામનગર અપડેટ્સ : હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને બેસતું વર્ષ, દર વર્ષે આ તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાય છે. આ વર્ષે રોગચાળાની સ્થિત વચ્ચે પણ તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કવામાં આવી રહી છે. આમ તો દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રથમ દિવસ હોય છે એટલેકે બેસતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે અનેક પ્રાંતમાં બંને તહેવાર વચ્ચે ‘ધોકો’ આવી ગયો છે.

એટલે કે પ્રથમ વખત દિવાળીના બીજા દિવસથી નવા વર્ષના બદલે ત્રીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ સુચવાયો છે. વચ્ચેના દિવસને ‘ધોકા’ તરીકે ગણી લેવામાં આવ્યો છે. જેને લઈને આ દિવસને હળવી મસ્તીના રૂપે લઇ અવનવા તુક્કાઓ મુકવામાં આવી રહ્યા છે પરંતુ આ દિવસના મહત્વ અને પરંપરા અંગે દેવભૂમિ દ્વારકા જીલ્લાના યુવા આગેવાન અને કાન્હા વિચાર મંચના આધાર સ્તંભ એવા નરેશ ડૂવાએ પોતાનો પ્રતિભાવ રજુ કરી સહજ સમજ આપી છે. જે આ પ્રમાણે છે.

વિક્રમ સંવતના પંચાગમા આજના દિવસને ધોકા (હકીકતમા ધોખો ) તરીકે જાહેર કરેલ છે , આ એ અતિપ્રાચિન કેલેન્ડર છે જેણે આધુનિક અંગ્રેજી કેલેન્ડરથી લગભગ 57 વર્ષ પહેલા ચંદ્રની કળાઓની ગણતરી કરી વિશ્વસમક્ષ એક અતિવૈજ્ઞાનિક ઢબનુ કેલેન્ડર પ્રસ્થાપિત કર્યુ હતું જે આજદિવસ પર્યંત અતિ સટીક છે , કિવદંતિ પ્રમાણે તો આ કેલેન્ડર વિક્રમ સંવંતથી ય પ્રાચિન છે હજારો વર્ષ પ્રાચિન અને મહારાજ વિક્રમાદિત્ય ના એક વિજયને યાદગાર બનાવવા નવો સંવંત માત્ર નવું નામાભિધાન કરીને પ્રસ્થાપિત થયેલ ,ખેર એ જે હોઈ એ પણ આપણુ ભારતિય પંચાગ અતિપ્રાચિન અને વૈજ્ઞાનિક ઢબથી બનેલ છે એ માનવું જ રહ્યું … હવે મુળ વાત કરીએ આજના દિવસની

વિક્રમ સંવંતના પંચાગ (કેલેન્ડર) પ્રમાણે ચંદ્રની કળાઓની ગણતરી પ્રમાણે આસો મહિનાની અમાસના બીજા દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં પ્રવેશી અને કાર્તક મહીનાનો પ્રારંભ કરે એના બદલે ચંદ્ર જયારે આમ ન કરે અને એક દિવસ વધારે લગાડે ત્યારે આ દિવસ ધોખો ગણાય ….બિલ્કુલ અંગ્રેજી લીપયર ના ફેબ્રુઆરીના 29મા દિવસની જેમ જ, (પણ એની મજાક કોઈ નથી કરતું) 

માનવજીવનમાં સકારાત્મક સંદેશ પણ આ દિવસથી જ લઈ શકાય છે કે જ્યારે તમારા જીવનમા દુઃખમય અંધકાર (અમાસ) છવાયેલ હોય ત્યારે નવપ્રકાશ તરફ કદમ માંડતા પહેલા એક ક્ષણ રોકાઈને મજબૂતી થી કદમ માંડવો , આથમ્યા પછી ઉગવાની ઉતાવળ ન કરવી ,સમય સમયનું કામ કરશે જ … લ્યો , આપ સહુ સ્નેહી શુભેચ્છક મિત્રો ને દિપાવલી પર્વની અંતઃકરણપુર્વકની શુભકામનાઓ, આ દિપોત્સવ પર્વ જીવનના અજ્ઞાની અંધકારનો ખાત્મો કરી જ્ઞાનનો આશાદિપક પ્રજ્જવલિત કરી આપના જીવનપથને ઉજાસમય બનાવે એવી પરમકૃપાળુ રાજાધિરાજ ભગવાન દ્વારીકાધીશને પ્રાર્થનાસહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here