સાંસદે દિવાળીએ પ્રજ્જવલિત કર્યો સુરક્ષાનો દીપક તો રાજ્ય મંત્રીએ દાખવી કરુણા, આ રીતે કરી ઉજવણી

0
818

જામનગર અપડેટ્સ : આ વર્ષે દિવાળીના તહેવારમાં વૈશ્વિક મહામારીનો ઓછાયો જવા મળ્યો, ગત વર્ષમાં દેશ-દુનિયાએ જે આરોગ્ય રૂપી યાતનાઓ ભોગવી તે સઘળી દુર થાય અને દેશમાં ચોતરફ નવી આશાઓ અને અરમાનોને ફળીભૂત કરતી રોશની પ્રગતી ઉઠે તેવી કામનાઓ સાથે જામનગરના સાંસદ અને રાજ્ય મંત્રી સહિતના અગ્રણીઓએ દિવાળી માનવી સમાજને રાહ ચીંધ્યો છે.

નવી આશાઓ, ઉમંગ અને ઉત્શાહ અને આવતીકાલની ઉજાસનું પર્વ એટલે કે દિવાળી, રંગોના આ પર્વની દર વર્ષે દેશભરમાં રોશની અને આતશબાજીથી ઉજવણી કરવામાં આવે છે. રામ રાજ્યની સ્થાપના સાથે સંકળાયેલા આ પર્વને વૈશ્વિક મહામારીએ થોડો ફિક્કો પાડ્યો પણ નાગરિકોમાં જોમ, જોસ્સો બરકરાર રહ્યો આ પર્વમાં એ સૌથી મોટું આશાનું કિરણ છે. નાગરિકોની સાથે રહી સરકાર અને પ્રસાસને વીતેલા વર્ષમાં આવી પડેલ વૈશ્વિક મહામારી સામે લડ્યા, નાગરિકોએ પણ સહકાર આપી તંદુરસ્ત દેશના નિર્માણમાં ભાગ ભજવ્યો, ત્યારે આ વર્ષની દિવાળી સાવ ફિક્કી રહેશે એવો માહોલ રચાયો હતો. પરંતુ એ ધારણા સાવ નઠારી પુરવાર થઇ, જામનગર સહીત રાજ્યભરમાં દિવાળીના તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી એ પણ કોરોના સબંધિત માર્ગદર્શિકાની અમલવારી સાથે,

જામનગરમાં આગેવાનોથી માંડી અબાલ વૃધ્ધોએ મન ભરીને તેજસ્વીતાના આ પર્વની ઉજવણી કરી આવતા વર્ષની સફળતાના શુભ અણસાર આપ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમે ભારતીય સેનાના જવાનોના સમર્થનમાં વિશેષ દીપ પ્રાગટ્ય કર્યુ હતુ પ્રધાનમંત્રીની અપીલ મુજબ સૌ સમર્થકો-કાર્યકર્તાઓ-સ્નેહીઓ-સ્વજનો-સ્નેહીઓ-પરિચીતો સહિત સૌ નાગરીકોને પણ આ તકે જવાનો માટે આ રીતે આદરભાવ પ્રગટ કરવા નમ્ર અનુરોધ કર્યો હતો.

સાંસદ માડમએ ઉજવણી અંગે જણાવ્યું હતું કે ભારતીય સેનાના વીર જવાનો નિ:સ્વાર્થ ભાવથી આપણા સૌની રક્ષા માટે કર્તવ્યનિષ્ઠા સાથે સરહદોની સુરક્ષા માટે રાતદિવસ  ખડેપગે રહે છે માટે  પ્રધાનમંત્રીએ “એક દીપક જવાનો ના નામે” દિવાળીના દિવસ માટે આહવાન કર્યુ હતુ. જેના ભાગરૂપે દીપ પ્રાગટ્ય કર્યુ હતુ.

જયારે રાજયના અન્ન-નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રીએ પોતાની દર વર્ષની પરંપરાને અનુસરી આ વખતે પણ પરિવારના સભ્યો સામે વૃધ્ધોની સંગાથે દિવાળીની ઉજવણી કરી સાદગી, કરુણા અને માનવીય ધર્મ દાખવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here