જામનગર: મેફેડ્રોન ડ્રગ્સ નેટવર્ક મુંબઈથી આ શખ્સ કરે છે ઓપરેટ, જાણો કોનું નામ ખુલ્યું

0
870

જામનગર : દેશના યુવા વર્ગને ખોખલા કરી રહેલ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા ચાલી રહેલ ઝુંબેશ વચ્ચે ગઈ કાલે રાત્રે જામનગરથી એસઓજી પોલીસે ત્રણ શખ્સોને મેફેડ્રોન ડ્રગસ્ સાથે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ નેટવર્ક મુંબઈથી એક મુસ્લિમ શખ્સ ઓપરેટ કરતો હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં ઢીચડા રોડ પર આવેલ તીરુપતી સોસાયટી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી જેના આધારે એસઓજીના સ્ટાફે તીરુપતી પાર્ક ૨માં રહેતા રીતેશ દિનેશ હાડા, દિનેશ જગદીશભાઈ હાડા અને મયુરસિંહ પ્રવીણસિંહ વાઢેર નામના ત્રણ સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય સખ્સોના કબ્જામાંથી રૂપિયા ૨,૬૮,૫૦૦ની કિંમતના ૨૬.૮૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત એક પેકીગ મશીન સહિતના સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે આંતરી લીધા હતા. આ ત્રણેય સખ્સો બહારથી ડ્રગ્સ લઇ આવી વેચતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં આ નેટવર્ક મુંબઈથી ઓપરેટ થતું હોવાની વિગતો સામે આવી છે. મુંબઈમાં રહેતો હકિમ નામનો શખ્સ આ શખ્સોને ડ્રગ્સ પૂરું પાડતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ શખ્સના સગડ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here