જામનગર : મસીતીયા ગામનો સખ્સ ‘કટ્ટા’ સાથે નીકળ્યો, પણ….

0
766

જામનગર : જામનગર નજીક મસીતીયા ગામે પાસેથી પંચકોશી બી ડીવીજન પોલીસે દરોડો પાડી એક સખ્સને દેશી તમંચા સાથે પકડી પાડ્યા છે. પોલીસે આ સખ્સની પાસેથી હથિયાર ઉપરાંત બે જીવંત કારતુસ પણ કબજે કર્યા છે.

જામનગર નજીકના મસીતીયા ગામથી વાવબેરાજા ગામ તરફ જવાના કાચા રસ્તે ઈદગાહ પાછળ તા.જી.જામનગર વાળો સખ્સ દેશી તમંચા સાથે ફરી રહ્યો છે એવી ચોક્કસ હકીકત પંચકોશી એ ડીવીજન પોલીસને મળી હતી જેના આધારે પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોચી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ઇમરાન મહંમદહુશેન જુસબભાઇ ખફી રહે. ટાવર પાસે, મસીતિયા તા.જી.જામનગર  વાળાના કબ્જા માંથી રૂપિયા ૨૫૦૦ની કિંમતનો એક દેશી તમંચો કબજે કર્યો હતો.

પોલીસે આ સખ્સની સામે આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે હથિયાર ઉપરાંત આ સખ્સના કબજામાંથી રૂપિયા ૨૦૦ની કિંમતના જીવંત કાર્ટીસ કબજે કર્યા છે. પોલીસે હથિયાર ક્યાંથી અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યું છે તેમજ હથિયારથી કોઈ ગુનો આચાર્યો છે કે કેમ ? સહિતનો તાગ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી પંચકોશી બી ડીવીજનના પીએસઆઈ જે ડી પરમાર, એમ આર સવસેટા, સ્ટાફના પ્રદ્યુમનસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ લાઠીયા, રણછોડભાઈ શેખ, પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here