જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ સ્થાનિક વહીવટી તંત્રથી માંડી છે રાજ્ય સરકાર અને મંત્રીની કાર્યદક્ષતાને બિરદાવી ખેલદિલી દર્શાવી છે. પોતાના વિધાનસભા વિસ્તારની અમુક સમસ્યાઓને લઈને કરેલ રજૂઆત ફળીભૂત થતા કોગ્રેસના ધારાસભ્યએ સ્વસ્થ વિચારો રજુ કર્યા છે.
સરકારની કામ કરવાની દાનત નથી તેથી અમારા વિસ્તારના કામ થતા નથી એમ વિપક્ષને બોલતો સાંભળ્યો છે ત્યારે આજે વિપક્ષના જ ધારાસભ્યએ સરકારી કામગીરીના વખાણ કરી ખેલદિલી દર્શાવી છે. કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસળીયાએ નિકાવા ગામની પાણી સમસ્યા અંગે સ્થાનિકથી માંડી પાણી પુરવઠા તંત્ર સુધી રજૂઆત કરી હતી. જેને લઈને સરકારે ત્વરિત કામગીરી કરી પાણી સમસ્યાનું સમાધાન કર્યું છે. આ સમસ્યા હલ થઇ જતા કોગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ આજે ફેસબુક પોસ્ટમાં સ્થાનિક પ્રશાસનથી માંડી રાજ્ય સરકારના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો છે.