જામનગરઃ જાણીતા યુવા લોકનાયક અલ્તાફ ખફીની જાણી – અજાણી વાતો.

0
3424

દરીયાદિલ, ખેલદિલ અને ખુલ્લા દિલના પ્રજાસેવક પોતાની સેવાકીય પ્રવૃતિથી લોકચાહના મેળવીને ખરા લોકનાયકની ઓળખ મેળવી એવા યુવા લોકનેતા અલ્તાફ ગફાર ખફી પોતાના જન્મદિવસના દિવસે થેલેસેમિયાના દર્દીઓની સેવા માટે મહારકતદાન મેગાકેમ્પનુ આયોજન કર્યુ છે.

મહારકતદાન મેગાકેમ્પ અને રકતતુલાઃ

સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજીત વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અને પુર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્રારા થેલેસેમિયાના દર્દીઓ માટે મહારકતદાન મેગાકેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. અલ્તાફ ખફી અને કેરલાથી પધારેલ હાજી સિહાબભાઈનો રકતતુલા કરવામાં આવશે. અલ્તાફ ખફીના જન્મદિવસ પર તારીખ 26 ડિસેમ્બર 2023ના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્ય સુધી કુંવરબાઈ જૈન ધર્મશાળામાં મહારકત કેમ્પ અને રકતતુલાનુ આયોજન કરેલ છે. જેમાં કેરલાના સામાજીક કાર્યકર હાજી સિહાબસાહેબ(ભારતથી ચાલીને હજ્જએ બૈતુલ્લા જઈ આવેલ) મુખ્ય અતિથિ વિશેષ તરીકે પધારી રહ્યા છે. તેમજ મુખ્ય મહેમાન તરીકે જામનગરના માજી સાંસદ અને ખંભાળીયા વિધાન બેઠકના માજી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, અમદાવાદ જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય જનાબ ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ દરીયાપુર વિધાનસભાના માજી ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખ, વાંકાનેર વિધાનસભાના માજી ધારાસભ્ય મો.જાવેદ પીરજાદા સાહેબ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમનુ સંચાલન વાંકાનેરના સૈયદ સોહેલ કાદરી સાહેબ કરશે.

અલ્તાફ ખફી બન્યા જામનગર રત્ન.

છેલ્લા ટર્મથી કોર્પોરેટર તરીકે જંગી મતોથી જીત મેળવીને રાજકીયક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અલ્તાફ ખફીએ રાજયભરમાં પોતાની ઓળખ મેળવી છે. તો હાલાર પંથકમાં ખાસ જામનગરમાં વસતા લોકો આ નામથી કોઈ અજાણ નથી.

બાળપણ અને પરિવાર

અલ્તાફ ગફાર ખફીનો જન્મ 26 ડીસેમ્બર 1986માં જામનગરમાં થયો.

પિતા- ગફાર હાસમ ખફી. જેઓ વ્યવાસાયે ખેડુત છે.

માતા- હલીમાબેન ગફાર ખફી.

મોટાભાઈ- હાજી અનવર ગફાર ખફી. જેઓ વ્યવસાયે બિલ્ડર છે.

બે બહેનો જેઓ વિવાહ બાદ મોટા બહેન આર્ફિકા અને નાના બહેન સુરત વસવાટ કરે છે.

ત્રણ કાકા :
ઇકબાલ હાસમ ખફી, વ્યવસાયે બિલ્ડર છે.
નૂર મહમદ હાસમ જે ટ્રાન્સપોર્ટનો વ્યવસ્થા કરે છે.
લતીફ હાસમ ખફી જે વ્યવસાયે બિલ્ડર છે.

નેતાને નેતા બનાવવામાં મોટો ફાળો પીતરાઈ ભાઈ અશરફ મુસાભાઈ ખફી(જેઓ વર્ષ 2018માં ઈંતકાલ પામ્યા)નો રહયો, તેઓએ ના માત્ર રાજકીય પરંતુ તમામ ક્ષેત્રે અલ્તાફ ખફીના આધારસ્તંભ બન્યા.

શોખ– ક્રિકેટ, ઘોડેસવારી, ચેસ, ખેત-વાડી વિસ્તારમાં સમય વિતાવવો, નવરાશનો વધુ સમય મિત્રવતુર્ળ સાથે રહેવુ.

અલ્તાફ ખફીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ પુર્ણ કરેલ છે. દરીયાદિલ સ્વભાવના કારણે નાનપણથી વિશાળ મિત્રવતુર્ળ ધરાવે છે. મિત્રોને તકલીફ, મુશકેલી કે કપરી સ્થિતીમાં મદદરૂપ થઈ આત્મસંતોષ મળતો હોય.તેથી વધુને વધુ લોકોને મદદરૂપ થવાની નેમ વિધાર્થીકાળથી લીધેલ. મુશકેલી રહેલા લોકોને મદદરૂપ થવા માટે હમેશ અગ્રેસર રહેવાની આદતથી રાજકીયક્ષેત્રેમાં ડગલુ ભર્યુ. અને લોકો વચ્ચે રહીને તેમના માટે કરેલા કાર્યોના કારણે લોકોએ અનહદ પ્રેમ આપ્યો.

રાજકારણમાં જવાનુ કારણ.

પરીવારનો આદર અને મોટુ મિત્રવતુર્ળ રાજકારણમાં જવા માટે પ્રેરણાસ્ત્રોત બન્યુ. માતા-પિતાની શીખમાણ જેનુ કાયમ સ્મરણ રહ્યુ છે. માતા હલીમાબેન ગફાર ખફીએ એક શીખમણ આપી કે જીવનમાં કયારેય પણ કોઈનુ દિલ દુભાઈ તેવુ કોઈ કાર્ય ના કરવુ. અને પિતા ગફાર ખફીએ પુત્ર અલ્તાફ પાસે કંઈ જ માંગ્યુ નથી. પરંતુ એક જ વાત કહી કે તમામને સાથે રાખીને શકય તેટલુ લોકોને નિસ્વાર્થભાવે ઉપયોગી બનવુ. માતા-પિતાની કહેલી વોતને ગાંઠ બાંધીને કાયમ સ્મરણ રાખીને વડીલોના સંસ્કારનો વારસો સાચવીને મિત્રવતુર્ળને સાથે રાખીને કાયમ કામ કરવાથી રાજકારણમાં ઝંપલાવ્યુ. અને લોકોના અપારપ્રેમ અને લાગણી મળતા સફળતાની કડી કંડાળી. પોતાની સફળતાનો શ્રેય વડીલોના સંસ્કાર, આર્શીવાદ, લોકોને અપારપ્રેમ અને મિત્રવતુર્ળની દરેક ડગલે તમામ પ્રકારની સહાયને આપે છે.

રાજકીયક્ષેત્ર આગવી ઓળખ

2009ના વર્ષમાં રાજકીયક્ષેત્રમાં પ્રથમ પગલુ ભર્યાની સાથે સફળતાની કેડીઓ ચડતા રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં 79- વિભાનસભાની બેઠકના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટણી લડીને જીત્યા. બાદ થોડા સમયમાં 2010ની મહાનગર પાલિકાની ચુંટણીમાં તે સમયના વોર્ડ નંબર 15 જે હાલના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીક ચૂંટણી લડીને રાજયમાં સૌથી નાની વયના કોર્પોરેટર બન્યા. બધાને સાથે લઈને ચાલવાની આદતથી પક્ષે વિપક્ષના નેતાની જવાબદારી 2012માં સોપી. ફરી 2015ના વર્ષમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બની લડયા અને સન્માનિય ઉચી લીડ મતોથી માનભેર વિજય થયા. પુનઃ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી. 2021માં વોર્ડ નંબર 12માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીના મૈદાનમાં ઉતર્યા અને સૌરાષ્ટ્રમાં વધુ લીડનો વિક્રમ સ્થાપિત કરીને માનભેર વિજય થયા.

કોંગ્રેસ પક્ષમાં મહત્વની ભુમિકા.

પક્ષ દ્રારા અન્ય રાજયની ચૂંટણી વખતે વિવિધ જવાબાદારીઓ આપી. 2017માં મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રભારીની જવાબદારી સોપી હતી. 2023માં રાજસ્થાનની ચૂંટણીમાં પ્રચાર માટેની યુવાકાર્યકરની ભુમિકા ભજવી. હાલ જામનગર શહેર કોંગ્રેસમાં મુખ્ય સક્રિય ભુમિકા માં રહ્યા છે. હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ ડેલીકેટ સભ્ય છે. સાથે જામનગર જીલ્લા કોંગ્રેસ ટીમમાં સકલન રહીને સક્રિય ભુમિકા ભજવે છે. તમામ ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકરની કામગીરી કરી છે.

વિપક્ષ માં રહીને લોકોનો અવાજ બનવાનો પ્રયાસ.

મહાનગર પાલિકામાં ત્રણ ટર્મથી કોર્પોરેટર અને લાંબા સમય માટે વિપક્ષના નેતા તરીકે નિભાવી હતી. વિપક્ષમાં રહીને શાસકોની સામે પ્રજાના વિવિધ મુદે, સમસ્યાઓ, અને પ્રશ્નો અંગે લડત આપી છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, વિસ્તાર કે કોઈ પણ ભેદભાવ વગર લોકોના વિવિધ પ્રશ્નો અંગે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે. નગરસીમ વિસ્તારના પ્રશ્નો,ટેકસ મુદે, ધરાનગર આવાસના પ્રશ્નો, રખડતા પશુઓના મુદા સહીત અનેક મુદે લડત આપીને સામાન્ય લોકોને અવાજ ઉઠાવ્યો છે.

સેવાકીય અને સામાજીક ક્ષેત્રઃ

2009ના વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ રહ્યા છે. વિશાળમિત્ર વતુર્ળ ધરાવતા હોવાથી દરેક મિત્રના મુશકેલી સમયે તેમનો આધાર બન્યા. બાદ આ પ્રકારની પ્રવૃત્તિઓ વિસ્તારમાં વિતરી. રાજકીયક્ષેત્રે આગળ વધતા સેવાકીય પ્રવૃત્તિઓ કોઈ વિસ્તાર પુરતી નહી, પરંતુ વધુને વધુ લોકોને મદદરૂપ થવા લાગ્યા. બાદ 2018થી પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને ટ્રસ્ટના માધ્યમથી આગળ ધપાવી. સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-

-ગરીબોને રાશનકીટ

-વિધાર્થીઓને શૈક્ષણિક સહાય અને પ્રોત્સાહન.

-ગરીબોને લગ્રપ્રસંગ માટે સહાય.

-દર્દીઓને તમામ શકય સહયોગ.

-મેડીકલ સહાય.

-સમુહલગ્રનુ આયોજન.

-રકતદાન કેમ્પ

-ઈદ સહીતના તહેવાર,પ્રસંગમાં મિઠાઈ અને અન્ય સહાય.

વિશેષ જનસેવાની કામગીરી.

કોરોનાકાળની વિકળની સ્થિતીમાં કોઈ પણ ધર્મ, જ્ઞાતિ-જાતિ, કે અન્ય ભેદભાવ વગર 100 બેડની તમામ સુવિધાથી સજજ કોવિડ કેર સેન્ટર 45 દિવસ સુધી કાર્યરત કર્યુ હતુ. જેમાં 100 બેડ, ઓકસીજન, દવા, તબીબીસ્ટાફ , ભોજન સહીતની સેવા આપેલ. ખાસ પોતાની અંગત કારને એમ્યુલન્સ તરીકે કાર્યરત કરી. કોરોનાના સમયે જરૂરીયાત મંદોને દૈનિક ભોજન –અનાજ વિતરણ કરી મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો.

કોરોના કાળની કપરી સ્થિતીમાં પોતાના મતદારો કે ગુજરાતીઓ પુરતી સેવા મર્યાદીત ના રાખીને પરપ્રાંતિય લોકોને મદદરૂપ થયા. જેમને લોકડાઉન વખતે ભોજન-અનાજની સહાય. આશરે 3 હજારથી વધુ લોકોને તેમના વતને સલામત પહોચવા માટે ટ્રેન-બસ વ્યવસ્થા કરી હતી.

જામનગર શહેરમાં વરસાદ બાદ પુરની સ્થિતી વખતે નિચાણવારા વિસ્તારોમાં લોકોને મદદરૂપ થયા. રેસ્કયુ ટીમ અને બોટને સાથે લઈને લોકોને સલામત સ્થળે સ્થાળાંતર, રેસ્કયુ, રાશન, ભોજન, આશ્રય સહીતની વ્યવસ્થા કરી હતી.

તાજેતરમાં 500 જેટલા શિક્ષિત યુવાનોને શિક્ષણને પ્રોત્સાહન આપવા શિબિર યોજી હતી.

22 ગરીબ દિકરીઓને ટ્રસ્ટ દ્રારા ત્રણ વર્ષથી દત્તક લેવામાં આવી છે.

લોકોની મુશકેલી વખતે સામે આવતો યુવા ચહેરો બન્યા છે. અને તેમની સમસ્યાઓ અને પ્રશ્નો માટે અવાજ બન્યા છે. આ ઉપરાંત નાના-મોટા થયેલા વિવાદોને દુર કરીને મતભેદ ભુલીને લોકોને સાથે જોડવા માટે અગ્રેસર રહ્યા છે. કોઈ ગરીબ કે નબળા વ્યકિતને અન્યાય ના થાય તેવી લાગણથી તેમની સાથે રહેતા હોય છે. અલ્તાફ ખફીના મોટા મિત્રવતુર્ળના કરેલ કાર્યના કારણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here