દ્વારકા: વધુ એક હોટેલના નામે ઓનલાઈન છેતરપીંડી આચરવામાં આવી, આવી રીતે

0
638

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકામાં વધુ એક હોટેલ સંચાલકો સાથે ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી છે. વેબ સાઈટના નામે રાજ્ય અને રાજ્ય બહારના યાત્રીઓ પાસેથી એડવાન્સ ઓન લાઈન બુકીંગ કરાવી છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે સાયબર ક્રાઈમ અંતર્ગત ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું યાત્રાધામ દ્વારકા હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલ છે. અહી દેશ વિદેશથી આવતા યાત્રાળુઓને કારણે હોટેલ ઉદ્યોગ વિકસ્યો છે. હોટેલ ઉદ્યોગ સપાટી પર આવતા સાયબર ટેકનોલોજીનો ઉપયોગ કરી હોટેલના નામે યાત્રાળુઓને છેતરતા સખ્સો પણ ભૂગર્ભમાં રહી સાયબર ક્રાઈમ આચરતા આવ્યા છે ત્યારે વધુ એક હોટેલને આવા સખ્સોએ શિકાર બનાવી છે. જેમાં ડીસેમ્બર માસના શરૂઆતના ગાળાના પહેલાના સમયથી કોઈ અજ્ઞાત સખ્સોએ વીટ્સ દેવભુમિ હોટલ (રાધે રીયાલીટી કં૫ની) દ્વારકા ની ઓફિશ્યલ વેબસાઇટ  https:// www.vitshotels. com/devbhumi- dwarka  ઉપર મોબાઇલ નંબર 88494 19616 ના ધારક અને વપરાશકર્તા આરોપીઓએ ભેગા મળી આયોજનબધ્ધ રીતે ગુગલ સર્ચ કરી, વીટ્સ દેવભુમિ  હોટલ દ્વારકાના ગુગલ બિઝનેશ પ્રોફાઇલ પર હોટલના નામે આરોપીઓએ પોતાના ફોન નંબરો રાખી, દ્વારકા દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે હોટલમાં રૂમ બુકિંગ કરવાના બહાને સાયબર ગુન્હા કરાવી લઇ, વીટ્સ હોટલના નામનો દુર-ઉપયોગ કરી, દર્શનાર્થીઓ/પ્રવાસીઓ તથા હોટલ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. જેને લઈને હોટેલ સંચાલકોને ધ્યાન આવતા ઉદયકુમાર ઇશ્વરલાલ દવે હોટલમા નોકરી (એડમીનીસ્ટ્રેટર) રહે. નાથાકુવા શેરી, જીમીત રેસીડન્સીની સામે, જુની નગર પાલિકા પાસે, દ્વારકા જી. દેવભુમિ દ્વારકા વાળાએ અજાણ્યા સખ્સોએ ફરિયાદ નોંધાવી છે પોલીસે અજ્ઞાત સખ્સો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪  તથા આઇ.ટી. એક્ટ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ફરિયાદ નોંધી એ.વાય બલોચ પોલીસ ઇન્સપેકટર સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here