જામનગર : ખોડલધામ મંદિર નથી એક ‘વિચાર’ છે :નરેશ પટેલ

0
1477

ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વા નરેશ પટેલ આજે જામનગર સહિત જિલ્લાભરમાં પ્રવાશે આવ્યા હતા. કારણ છે ખોડલધામના દસ વર્ષ થયાનો ભવ્ય પંચમ પાટોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યો છે. સામાજિક એકતા વધે અને સંગઠનાત્મ ભાવ પ્રબળ બને એવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કાગવડ ‘નરેશ’એ સંબોધન દરમિયાન જણાવ્યું હતું.


આગામી તા. 21મીના રોજ કાગવડ ખાતે ખોડલધામ ખાતે ભવ્ય પંચમ પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંભવત: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં સહભાગી બનશે. ત્યારે સંગઠનાત્મક જોમ વધુ મજબૂત કરવા હાલ ખોડલધામ ‘નરેશ’ રાજ્યભરમાં પ્રવાસો કરી કાર્યક્રમમા મહેમાન બનવા આમંત્રણ પાઠવી રહ્યા છે. આજે તેઓ જામનગર જિલ્લાના પ્રવાશે હતા. ધ્રોલ, કાલાવડ અને જામનગર સહિતના શહેરોમાં પાટીદાર સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. જામનગર ખાતેના સમારંભમાં સમાજને આમંત્રણ આપતા તેઓએ કહ્યું હતું કે ખોડલધામ એક માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પણ એક વિચાર છે. આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોડેલ સંકુલ વિકસાવવાની વાત તેઓએ કહી હતી. આ ઉપરાંત સરદાર પટેલના ત્રણ મુખ્ય સૂત્ર, ઘરની વાત ઘરમાં રાખજો, સિંહ જેવું કાળજું રાખજો અને સાચું કહેવાની હિંમત રાખજો એમ કહી સંગઠનાત્મક એકતા રાખવા આહવાન કર્યું હતું. આગામી કાર્યક્રમ મિસાલ બની રહે એમ તમામ પાટીદારે વહેલાસર કાગવડ પધારવા આહવાન કર્યું હતું. જામનગર ખાતે તમામ પાટીદાર સંગઠનોએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here