પાક વીમો મરજિયાત તો ફોર્મ કેમ ફરજીયાત ? ખેડૂતનેતાનો સરકારને સવાલ

0
2037

જામનગર: રાજ્ય સરકાર દ્વારા નાની અને બહુ ફાયદાકારક  ન હોય એવી યોજનાઓને ઢોલ વગાડી રજુ કરે છે પણ કૃષિ પ્રધાન દેશ-રાજ્યમાં મોટાભાગનો વર્ગ ખેડૂત છે ત્યારે રાજ્ય સરકારે પાક વીમાના ફોર્મ બાબતે કેમ ઢોલ નથી વગાડતી એમ રાજ્યના ખેડૂતનેતા પાલ આંબલીયાએ સવાલો કર્યા છે.

આજે પાક વીમાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે રાજ્ય સરકારે પાક વીમાને મરજિયાતની વ્યાખ્યામાં ગણાવ્યો છે પણ ફોર્મને ફરજીયાતની વ્યાખ્યામાં ગણાવાયા છે. આવું કેમ એવો વેધક સવાલ કિશાન કોંગ્રેસ સમિતિના પાલ આંબલીયાએ કર્યા છે. પાકવીમો ન લેવો હોય તો ફોર્મ ભરવું પડશે એ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો ખેડૂતોએ પાકવિમો ન લેવો હોય તો ફોર્મ ભરવું ફરજીયાત શા માટે ? આવો તઘલઘી નિર્ણય કેમ કરવામાં આવ્યો છે ? એમ કહી આ નિર્ણય પાકવીમાં કંપનીઓને ફાયદો કરાવવા કરાયો છે ? એવો પણ સવાલ કર્યો છે.

આ ઉપરાંત પાકવિમો મરજિયાત પણ ફોર્મ ભરવું ફરજીયાત ન હોવું જોઈએ એમ જણાવી ઉમેર્યું હતું કે ખેડૂતોને 2000 રૂપરડી આપવા માટે 2000 વખત જાહેરાત કરતી સરકારે આ બાબતની એકપણ જાહેરાત કેમ ન કરી ?

એમ કહી આંબલીયાએ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જેની પણ જોગવાઈ લાગુ પડતી હોય સરકારે એની સ્પષ્ટતા કરવી જોઈએ અને ફોર્મને પણ મરજિયાતની વ્યાખ્યામાં સમાવી લેવું જોઈએ એમ સ્પષ્ટ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here