ખાનગી શાળાઓની હવા કાઢી નાખતી સરકાર, આવું અપનાવ્યું વલણ

0
828

જામનગર : હાઈકોર્ટના ફી મુદ્દેના વલણને લઈને રાજ્ય સરકારે તમામ ખાનગી શાળાઓને ફી નહી લેવા પરિપત્ર પાઠવ્યો છે ત્યારે ખાનગી શાળા સંચાલકોએ પણ સરકાર સામે બાયો ચડાવવાનો પ્યાસ કરતા મેદાન વગરની ખાનગી શાળાઓની મંજુરી રદ કરી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને મોટા ભાગની ખાનગી શાળાઓની મુંજવણ વધી શકે છે.

ફી મુદ્દે ખાનગી શાળાઓએ ફી નહી તો શિક્ષણ નહીની નીતિ અપનાવતા રાજ્ય સરકાર ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ છે. આજે ખાનગી શાળાઓના વલણ સામે સરકારે આખરી ચીમકી ઉચ્ચારી ખાનગી શાળાઓ પર રાજ્ય સરકારે તવાઈ નોતરી છે. ઓનલાઈન શિક્ષણ બંધ થતાંની સાથે જ શિક્ષણ વિભાગનો વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કોઈ ખાનગી શાળામાં મેદાન નહિ હોય તો તેની સામે મંજુરી રદ સુધીની કાર્યવાહી કરવાના સરકારે નિર્દેશ આપ્યા છે. સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં તાત્કાલિક ધોરણે મેદાન ઉપલબ્ધ કરાવવા હુકમ કરવામાં આવતા રાજ્યભરની શાળાઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. સરકારે સ્પસ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શાળામાં મેદાનનું ક્ષેત્રફળ હોવું ફરજીયાત છે. સરકારી શાળામાં તાલુકા વિકાસ અધિકારીને જમીન સંપાદન કરવાની રહેશે આ બાબતે તમામ જિલ્લા શિક્ષણ વિભાગને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે.  

પરિપત્રનું અમલીકરણ સરકારી શાળાઓ માટે પણ ફરજયાત, રહેશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ માટે એક સમિતી શાળામાં મેદાન બાબતે નજર રાખશે એમ  પાસ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓએ સરકાર સામે બાયો ચડાવતા સરકારે સંચાલકોની હવા કાઢી નાખવા આવો આકરો નિર્ણય લીધો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટાભાગની ખાનગી શાળાઓ પાસે મેદાન જ નથી. ત્યારે નજીકના જ સમયમાં આ શાળાઓ સામે તવાઈ આવે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here