જામનગર : ૧૧૯ ગ્રામપંચાયતમાં ૮ કલાકમાં ભારે ટકા મતદાન,

0
797

જામનગર જીલ્લાની ૧૧૯ ગ્રામપંચાયતના નવા સુકાનીઓ માટે આજે પ્રથમ 8 કલાકના ગાળામાં ૫૬.૮૪ ટકા મતદાન થયું છે. સવારે કડકડતી ઠંડીમાં મતદારોએ મતદાન મથકો પર લાઈનો લગાવી ઉત્સાહ દર્શાવ્યો હતો. જયારે ૧૦ પેટા ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૪૮.૧૩ ટકા મતદાન થયું છે. સાંજ સુધીમાં નિર્ધારિત સમય દરમિયાન લગભગ ૮૦ થી ૯૦ ટકા વચ્ચે મતદાન થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.

જામનગર જીલ્લામાં આજે ૧૧૮ સામાન્ય, એક માધ્યમ સત્ર અને ૧૦ પેટા ગ્રામપંચાયત સહીત કુલ ૧૨૯ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રીયા ચાલી રહી છે.  આજે સવારે સાત વાગ્યાથી શરુ થયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન શરૂઆતથી જ મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં ૫૬.૮૪ ટકા મતદાન થયું હતું.

તાલુકા પ્રમાણે ગ્રામપંચાયતની વાત કરવામાં આવે તો, જામનગર તાલુકાની 26 ગ્રામપંચાયતમાં ૫૭. ટકા, કાલાવડ તાલુકાની 20 ગ્રામપંચાયતમાં ૫૮.૯૬ ટકા, લાલપુર તાલુકાની 23 તાલુકા પંચાયતમાં ૫૪.૫૯ ટકા મતદાન, જામજોધપુર તાલુકાની 29 તાલુકા પંચાયતમાં ૫૯.૯૫ ટકા, ધ્રોલ તાલુકાની 11 તાલુકા પંચાયતમાં ૬૦.૨૩ ટકા, જોડિયા તાલુકામાં 10 તાલુકા પંચાયતમાં ૪૯.૨૯ ટકા મતદાન થયું છે જયારે 10 પેટા ગ્રામપંચાયતની ચૂંટણીમાં 35 ટકા મતદાન થયું છે. સાંજ સુધીમાં આ ટકાવારી ૮૦ થી ૯૦ વચ્ચે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here