જામનગર : ૧૧૯ ગ્રામપંચાયતમાં ૭૨.૯૧ ટકા મતદાન

0
852

જામનગર જીલ્લાની ૧૧૯ ગ્રામપંચાયતના નવા સુકાનીઓ માટે આજે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. દિવસ દરમિયાન નિર્ધારિત સમયમાં ૭૩.૯૧ ટકા મતદાન નોંધાયું હતું. જયારે ૧૦ પેટા ગ્રામપંચાયત પર ૬૧ ટકા મતદાન નોંધાયું છે. સવારે કડકડતી ઠંડીમાં મતદારોએ મતદાન મથકો પર લાઈનો લગાવી ઉત્સાહ દર્શાવ્યો હતો. શરૂઆતની છ કલાકમાં ૪૦ ટકા ઉપરાંત મતદાન થયું હતું. ત્યારબાદ મતદારોનો માહોલ ઓસરતો ગયો હતો. જો કે મતદાન પ્રક્રિયા દરમિયાન ક્યાય પણ અનિચ્છનીય બનાવ બન્યો હોવાના અહેવાલ નથી.

જામનગર જીલ્લામાં આજે ૧૧૮ સામાન્ય, એક માધ્યમ સત્ર અને ૧૦ પેટા ગ્રામપંચાયત સહીત કુલ ૧૨૯ ગ્રામ પંચાયતનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આજે સવારે સાત વાગ્યાથી શરુ થયેલ મતદાન પ્રક્રિયા દરમિયાન શરૂઆતથી જ મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૫૬.૮૪ ટકા મતદાન થયું હતું. જયારે અંતિમ ત્રણ કલાકમાં ૧૬ ટકા મતદાન થયું હતું.

તાલુકા પ્રમાણે ગ્રામપંચાયતની વાત કરવામાં આવે તો, જામનગર તાલુકાની 26 ગ્રામપંચાયતમાં ૭૪.૪૪ ટકા, કાલાવડ તાલુકાની 20 ગ્રામપંચાયતમાં ૭૧.૪૩ ટકા, લાલપુર તાલુકાની 23 તાલુકા પંચાયતમાં ૭૪.૭૯ ટકા મતદાન, જામજોધપુર તાલુકાની 29 તાલુકા પંચાયતમાં ૭૪.૮૩ ટકા, ધ્રોલ તાલુકાની 11 તાલુકા પંચાયતમાં ૭૨.૩૧ ટકા, જોડિયા તાલુકામાં 10 તાલુકા પંચાયતમાં ૬૬.૩૨ ટકા મતદાન થયું છે. કુલ છ તાલુકા પંચાયતની ૧૧૯ ગ્રામપંચાયતમાં કુલ ૭૨.૯૧ ટકા મતદાન નોંધાયું હતું. જયારે 10 પેટા ગ્રામપંચાયત (જામનગરની ૪, કાલાવડની ૧, લાલપુરની ૧, જામજોધપુરની )ની ચૂંટણીમાં ૬૧.૪૫ ટકા મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here