જામનગર : વિજરખી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝઘડો

0
1337

જામનગર : જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન સભ્ય તરીકે ઉમેદવારી કરનાર મહિલા અને તેના પુત્રને સામેના જૂથના સખ્સોએ ઘરમાં ઘુસી માર મારી ચૂંટણી લડવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાર સખ્સો સામે ગુનો નોંધી આજે મતદાનના દિવસે વધુ બંદોબસ્ત ગોઠવ્યો છે.

જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની આજે ચૂંટણી શરુ થાય તે પૂર્વે કતલની રાત્રે અઢી વાગ્યે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર મહિલા સામુબેન બાબુભાઇ લીલાપરા નામના મહિલાના ઘરે ભરતસિંહ અમરસંગ ઝાલા, પ્રદીપસિંહ નવલસિંહ ઝાલા, યુવરાજસિંહ સરદારસિંહ પિંગળ તેમજ અન્ય એક અજાણ્યા સહીત ચાર સખ્સો આવી ચડ્યા હતા. ‘તારે અમારા સામે ચુટણી લડવી છે’ તેમ કહી મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી યુવરાજે મહિલાને જમણા હાથના બાવડામાં તથા ગળાની ડાબી બાજુ લાકડીનો ઘા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી પ્રદીપસિંહે મહિલાના દિકરા અરવીંદભાઇને ડાબી આંખની નીચેના ભાગે તથા ડાબા પગના સાથળમાં એક-એક લાકડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી તેમજ અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી ઈજાઓ પહોચાડી હતી. માર મારી  ચારેય ઇસમોએ ધમકી આપી હતી કે ‘ચુટણીમાં ઉમેદવારી કરશો તો જાનથી મારી નાખીશુ’ આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પંચકોશી એ  ડીવીજન પોલીસે રાત્રે વિજરખી પહોચી માતા-પુત્રને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. ત્યારબાદ મહિલાએ ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૪૫૨,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં મહિલાએ ગ્રામ પંચાયતની સરપંચની ચુટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે જે ઉમેદવારી આરોપીઓને ખુચતી હોવાથી તેઓએ ઘરમાં ઘુસી ધમકી આપી માતા પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આજે વધુ સ્થિતિ તંગ ન બને તે હેતુથી પોલીસે ગામમાં પુરતો બંદોબસ્ત ગોઠવી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here