શોક : પતિ-પુત્ર જામનગર આવ્યા, પાછળથી અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો

0
690

અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં ગોરના કુવા વિસ્તારમાં આવેલ કર્મભૂમિ રો હાઉસમાં રહેતી એક મહિલા કમર્ચારીએ પોતાના જ ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોતાના પતિ અને પુત્ર જામનગર ખાતે લગ્નમાં ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

અમદાવાદ પોલીસમાં નોકરી કરતી મનીષા ચોહાણ નામની ૩૪ વર્ષીય મહિલા કર્મચારીએ પોતાના ઘરે ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. પોતાના પતી વિજયસિંહ ચોહાણ અને પુત્ર બંને જામનગર ખાતે એક સબંધીને ત્યાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે એકાંતમાં રહેલ પોલીસકર્મી મહિલાએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ તપાસ કરી હતી જેમાં તેણીનો ગળાફાસો ખાધેલ હાલતમાં કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે જામનગર આવેલ પતિને જાણ કરવામાં આવતા તેઓ પુત્ર સાથે અમદાવાદ પહોચ્યા હતા. તેણીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે એ બાબતનો તાગ મેળવવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here