જામનગર : હદ કરી !!! હવે અગરબતી પણ નકલી, આવું છે કૌભાંડ

0
541

જામનગર : જામનગરમાં ખાખીનગર ન્યારા પેટ્રોલપંપની બાજુમા પ્લોટ નં.૨૦ ખાતે ધામ અગરબતી નામની દુકાન પર પોલીસે દરોડો પાડી નકલી અગરબતી બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી છે. અમદાવાદના ડિટેકટીવ અધિકારીની ટીમે ખરાઈ કરી દરોડો પાડી સમગ્ર પ્રકરણ પોલીસના હવાલે કર્યું છે.

 જામનગરમાં ખાખીનગર ન્યારા પેટ્રોલપંપની બાજુમા પ્લોટ નં.૨૦ ખાતે ધામ અગરબતી નામની દુકાનમાં ધર્મન્દ્રભાઇ રજનીકાંતભાઇ શાહ રહે.૧૦૨,મહાવીર એપાર્ટમેન્ટ હીરજી મીસ્ત્રી રોડ જામનગર વાળો કોઈ બ્રાંડની નકલી અગરબતી બનાવી વેચાણ કરતો હોવાની અમદાવાદના ડીટેકટીવ અધિકારી અભીષેક વસંતકુમાર રામીને હકીકત મળી હતી જેના આધારે તેઓની ટીમે જામનગર આવી ખરાઈ કરી હતી જેમાં આરોપી પોતાની દુકાનમાં જ મીની ફેક્ટરી ખોલી હોય તેમ પોતાની ધામ અગરબતીમા આશીકાસ સ્લીપવેલ અગરબતીઓ ડુપ્લીકેટ નકલી અગરબતી બનાવતો આબાદ પકડાઈ ગયો હતો. પોલીસે દુકાનમાંથી આશીકાસ સ્લીપવેલ અગરબતીઓના ડુપ્લીકેટ ૪૦ કાર્ટુન શીલબંધ હાલતમા કબજે કર્યા હતા.

આ એક કાર્ટુનની રૂપિયા ત્રણ હજાર કિંમત લેખી રૂપિયા ૧,૨૦,૦૦૦ની નકલી અગરબતી ઉપરાંત લુસ અગરબતીઓ પેકિંગ કરવાના પાઉચ તથા સ્લીપવેલ લખેલ બોકસ ૩૫૦૦ જે એક બોકસની કિ.રૂ ૧૦/- લેખે કુલ બોકસ  ૩૫૦૦ નગ ની રૂ ૩૫,૦૦૦ કિંમત આંકી કબજે કરાયા હતા. આ ઉપરાંત રૂપિયા દસ હજારની કીમતનું અગબતીઓના પાઉચમા સીલીંગ કરવા માટેનુ મશીન તથા રૂપિયા ૧૮૪ની કીમતના ઓરીજનલ સ્લીપવેલ અગરબતીના ૨૩ સેમ્પલ પેકેટો મળી કુલ રૂપિયા ૧,૬૫,૧૮૪નો મુદ્દામાલ સીલ કરી પોલીસેને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે અભિષેકભાઈએ સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં આરોપી ધર્મેન્દ્ર સામે ધી કોપી રાઇટસ એકટ ૧૯૫૭ ની કલમ ૬૩ તથા ૬૫ મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here