જામનગર : ડ્રગ્સનું નેટવર્ક જામનગર સુધી પહોંચ્યું, મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ પકડાયા

0
1014

જામનગર : દેશના યુવા વર્ગને ખોખલા કરી રહેલ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા ચાલી રહેલ ઝુંબેશ વચ્ચે આજે જામનગરથી એસઓજી પોલીસે ત્રણ શખ્સોને મેફેડ્રોન ડ્રગસ્ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

જામનગરમાં ઢીચડા રોડ પર આવેલ તીરુપતી સોસાયટી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી જેના આધારે એસઓજીના સ્ટાફે તીરુપતી પાર્ક ૨માં રહેતા રીતેશ દિનેશ હાડા, દિનેશ જગદીશભાઈ હાડા અને મયુરસિંહ પ્રવીણસિંહ વાઢેર નામના ત્રણ સખ્સોને પકડી પાડ્યા હતા.

પોલીસે ત્રણેય સખ્સોના કબ્જામાંથી રૂપિયા ૨,૬૮,૫૦૦ની કિંમતના ૨૬.૮૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આંતરી લીધા હતા. આ ત્રણેય સખ્સો બહારથી ડ્રગ્સ લઇ આવી વેચતા હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો કયાંથી લઇ આવ્યા ? કોણ કોણ સંડોવાયું છે ? લોકલ નેટવર્ક છે કે આંતરરાજ્ય કે પછી આંતર દેશીય તેનો તાગ મેળવવા પોલીસે ત્રણેય સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here