જામનગર: એટીએસનું ઓપરેશન,બેડીમાંથી બે શખ્સોને ઉઠાવી લેવાયા

0
934

જામનગર દ્રગ્સને લઈને વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે ગઈકાલે સાંજે અમદાવાદ એટીએસ દ્વારા જામનગરમાં એલસીબી અને એસઓજીને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અહીંના બે સ્થાનિક શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું અને બંને પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો હોવાની વિગતો જાણવા મળી છે .પરંતુ એટીએસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. એટીએસએ દબોચી લીધેલા બંને શખ્સો અગાઉ ગાંજા ના કેસમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાની વિગતો પણ જાણવા મળી છે.

ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબાર પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે.ગઈકાલે ભારત પાકિસ્તાનની જળ સરહદ પરથી એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સયુંકત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, આ જથ્થાની સાથે પાકિસ્તાનીઓને પણ આંતરી લેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન વાયા પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાનો પરદાફાસ થયો છે ત્યારે રાજ્યભરમાં એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ એટીએસ ના પી.આઈ જેબલિયા સહિતનો સ્ટાફ જામનગર દોડી આવ્યો હતો.

જામનગરના બેડી વિસ્તારમાં અમુક શકમંદ સુધી તપાસ લંબાવવામાં આવી હતી. જેમાં એટીએસ દ્વારા મોડી રાત સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી અને એસઓજીની મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રીક્ષા ચાલક તરીકેનો વ્યવસાય કરતા બે શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ બંને સક્ષોના કબ્જામાંથી ડ્રગ્સ નો મોટો જથ્થો મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે એટીએસ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. આ પ્રકરણને લઈને આજે વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા તોડાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here