કપાતર: તમને બન્નેનેને છરીના ઘા મારી પતાવી દેવા છે,પુત્રએ માતા પિતાને આપી ધમકી

0
297

કળિયુગમાં ભાઈ,બેન, પિતા, પુત્ર અને પુત્ર-પુત્રીનો સંબંધ વેરવિખેર થઈ જશે એવી વાયકાઓને વધુ એક વખત જામનગરમાં બળ મળ્યું છે કારણ કે અહીં રહેતા એક કપાતર પુત્ર એ તેની જનેતા અને પિતાને છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપી છે. કંઈ કામ ધંધો ન કરતો પુત્ર માતા પિતાને ઘરબાર કરવા માગતો હોવાનું પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ફીકે ચહેરે પોલીસ દફતર પહોંચેલા પિતાએ તેના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા કિસ્સો બહાર આવ્યો છે.

જામનગરમાં અપરણિત નફફટ પુત્રએ પોતાના જ સગા માતા પિતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ માતા પિતાનો વાંક માત્ર એટલો છે કે પિતાએ તેના અપરણિત પુત્રને વધારાની ચાલુ લાઈટ બંધ કરવાનું કહ્યું હતું. રડમસ ચહેરે આજે સીટી એ ડિવિઝન પોલીસ દફતર પહોંચેલ ભરતભાઇ મોહનભાઇ કલ્યાણી  (ઉવ-૫૮ ધંધો.નીવૃત રહે. “પ્રશાંત” રાજગોર ફળી શેરીનં.૨, પંજાબ નેશનલબેંક વાળી ગલી, જામનગર) એ પોલીસ સમક્ષ પોતાના પુત્રની ફરિયાદ કરી હતી. પુત્ર જીગર ભરતભાઇ કલ્યાણીને પિતાએ જરૂરીયાત સીવાયની લાઇટો બંધ કરવાનુ કહેતા જ પુત્ર જીગર ઉશ્કેરાઈ ગયો હતી.

પુત્ર જિગરે પિતા સાથે બોલાચાલી કરી, માતા નૈનાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.  હદ તો ત્યારે થઈ જ્યારે પુત્રએ પિતા પર હુમલો કરી શરીરે ઢીકા પાટુનો માર માર્યો,   ‘આજે તમને બન્નેને ને છરીના ઘા મારી પતાવી દેવા છે’ તેમ કહી જિગરે માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે કપાતર પુત્ર સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર ડી ગાંભવાએ તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here