લંપીનો કહેર: જિલ્લામાં સતાવાર 106 ગાયોના મોત,બે આઇસોલેશન સેન્ટર શરૂ

0
230

છેલ્લા ત્રણ માસના ગાળામાં જામનગર જિલ્લામાં ફેલાયેલા લંબી વાયરસએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના 263 ગામડાઓમાં એક લાખ 38 હજાર ઉપરાંત પશુઓ પૈકી 5405 પશુઓમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. જેમાં 106 પશુઓના મૃત્યુ નીપજ્યા છે. તો બીજી તરફ પશુપાલન વિભાગ દ્વારા 1.10 લાખ ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને 1607 પશુઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે હજુ પણ 3692  પશુધન લંપિગ્રસ્ત હોવાનું સતાવાર જાહેર થયું છે.

ત્રીજી મેથી જામનગર જિલ્લામાં રાજ્યનો પ્રથમ લંપી સ્કીન રોગ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગાય પશુઓમાં જોવા મળતા આ રોગ શાળાએ ધીરે ધીરે જામનગર જિલ્લાના સીમાડાઓ વટાવી અન્ય જિલ્લામાં પ્રસર્યો હતો. સત્તાવાર આંકડા જોવા જઈએ તો છેલ્લા ત્રણ માસમાં જામનગર જિલ્લાના કુલ 1,38,176 પશુઓ પૈકી 5405 પશુઓ લંપી વાયરસ અસર કરી ગયો છે જેમાં જામનગર તાલુકાના 27,868 ધ્રોલ તાલુકાના 11,985 જોડિયા તાલુકાના 7545 કાલાવડ તાલુકાના 36,354 લાલપુર તાલુકાના 28,434, જામજોધપુર તાલુકાના 25,990 પશુઓનો સમાવેશ થાય છે જ્યારે જામનગર શહેરની હાલત વધુ ખરાબ છે. જિલ્લાના 417 ગામો પૈકી 263 ગામડાઓમાં દેખાયો છે. જેમાં સૌથી વધુ જામનગર તાલુકાના 95 ગામનો સમાવેશ થાય છે જામનગર તાલુકાના 3476 પશુઓમાં આજ દિવસ સુધીમાં લંબથી ફેલાયો છે. જિલ્લા પશુપાલન તંત્રના આંકડા મુજબ આજ દિવસ સુધીમાં કુલ 106 ગાયોના મોત થયા છે જેમાં જામનગરમાં 17 ધ્રોલમાં 24 જોડીયામાં 46 જામજોધપુરમાં 11 અને કાલાવડ તેમજ લાલપુરમાં અનુક્રમે પાંચ અને ત્રણ ગાયોનો સમાવેશ થાય છે.

લંબી વાયરસને લઈને જિલ્લા પંચાયત પશુપાલન તંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે આ દિવસ સુધીમાં જામનગર જિલ્લા પંચાયત દ્વારા છ તાલુકામાં 1,10,456 ગાયો નું રસીકરણ કર્યું છે જ્યારે હજુ પણ 3,692 રમતી ગ્રસ્ત ગાયો હોવાનું સત્તાવાર જાહેર થયું છે બીજી તરફ સતત વધતા જતા રમતી વાયરસના પગલે પશુપાલન ખાતાના નવ પશુ ચિકિત્સા અધિકારીઓ 17 પશુધન નિરીક્ષકો 1967 અધિકારીઓ અને વેટરનરી કોલેજના 46 તાલીમી પશુ ચિકિત્સકો દ્વારા સઘન રસીકરણની ઝુંબેશ હાથ કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર મહાનગર ખાલી પાલિકા ખાતે નવી પાંચ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે તેમજ 24 કલાક કંટ્રોલ મને હેલ્પલાઇન ની પણ શરૂઆત કરી દેવામાં આવી છે હાલ જિલ્લામાં 27000 રસીનો જથ્થો ઉપલબ્ધ છે જામનગર શહેર અને ધ્રોલ શહેર ખાતે આઇસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે જ્યારે 26 7 2022 ના જાહેરનામાંથી જિલ્લામાં પશુઓની હેરફેર મેળવવો અને વેપાર પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે.

બીજી તરફ જામનગર શહેરની વાત કરવામાં આવે તો ગત જુલાઈ માસના ગાળામાં જામનગર મહાનગરપાલિકાના ચોપડે 1200 ઉપરાંત ગાયોના મોત નોંધાયા છે જોકે આ તમામ મોત લંપીને કારણે નોંધાયા નથી એવું પણ સ્પષ્ટ કરાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here