જામનગર: શહેર કોંગ્રેસ પ્રમુખે કેમ કર્યો આત્મવિલોપન પ્રયાસ ?

0
2765

એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જામનગરના પ્રશાસન વચ્ચે લંપી વાયરસના રહીને બેઠક ચાલી રહી હતી ત્યારે જ કાર સાથે કલેકટર કચેરીમાં પરિસરમાં ઘસી આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી હતી. જોકે આત્મવિલોપન કરે તે પૂર્વે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખને ડીટેઇન કરી સીટી બી ડિવિઝન લઈ ગઈ હતી.શહેર કોંગ્રેસ પ્રમુખના આત્મા વિલોપનના પ્રયાસના પગલે પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.

રાજ્યભરમાં ફેલાયેલા લંપી વાયરસને લઈને રાજ્યના મુખ્યમંત્રી કચ્છ બાદ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. આજે જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આઇસોલેસન સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીની સાથે કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલ,રાજ્યના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી આરસી ફળદુ અને હકુભા જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા. આઇસોલેશન સેન્ટરના ઓપનિંગ બાદ મુખ્યમંત્રી સીધા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં લંપી વાયરસને લઈને ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.

આ બેઠક ચાલુ હતી ત્યારે જ પોતાની કાર સાથે કલેકટર કચેરી પરિસરમાં ઘસી આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કારમાંથી ઉતરી પોતાના શરીર પર કેરોસીન છાટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. લંપી વાયરસને લઈને સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. જોકે આત્મવિલોપન કરે તે પૂર્વ જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખને અટકાવી ડીટેઇન કરી તાત્કાલિક સ્થિતિ બી ડિવિઝન લઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here