જામનગર : ‘મોદીજી યુવા સંગઠન’ના નામે 293 મહિલાઓ સાથે છેતરપિંડી, આવું છે કૌભાંડ

0
446

જામનગર : અમદાવાદના કૌભાંડિયાઓએ મોદીજી યુવા સંગઠનના નામે શિલાઈ મશીન આપવાની લાલચ આપી જામનગરની 293 મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

જામનગરમાથી વડાપ્રધાન મોદીના નામે છેતરપિંડી સામે આવી છે. જેની વિગત મુજબ, શહેરના સામાજિક કાર્યકર હર્ષાબેન પ્રફુલભાઇ રાવલએ અમદાવાદના યુવરાજસિંહ જુંજીયા રહે. અમદાવાદ વાળા શખ્સ સામે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદના શખ્સે તેણીના મોબાઇલ પર “ મોદીજી યુવા સંગઠન “ નામે બી.જે.પી. ના લોગો વાળુ બનાવટી લેટરપેડ બનાવી, ઠગાઇ કરવાના હેતુથી બનાવી અન્ય મહિલાઓને ફ્રીમા સીલાઇ મશીન સંગઠન મારફતે વિતરણ કરવાના છે એવી સ્કીમ જણાવી વિશ્વાસમા લઇ અને એક મહિલા લાભાર્થી દીઠ રૂ.ર૫૦ ભરવાનુ કહી, કુલ રૂપીયા ૭૩,૫૦૦ આંગડીયા મારફતે મેળવી લીધા હતા. છેલ્લા દસ મહિનાના ગાળા દરમિયાન રચેલ તરકટમાં લાભાર્થી બહેનો ને સીલાય મશીન દેવા ન આવી જામનગરની 293 મહિલાઓ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હતી. આ ફરિયાદના આધારે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here