જામનગર: સસરાએ પુત્રવધુ પર ગુજાર્યો બળાત્કાર

0
754

જામનગર: જામનગરમાં એક ક્રીમ સોસાયટીમાં રહેતી પરિણીતા સાથે તેના જ સસરાએ એનક વખત બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા સભ્ય સમાજમાં તરેહ તરેહની ચર્ચાઓનો દોર શરુ થયો છે. પતિ સાથે થયેલા ઝઘડાઓ બાદ પતી કયાંક ચાલ્યો ગયા બાદ પુત્ર સાથે એકલી પડેલ પુત્ર વધુની એકલતાનો લાભ લઇ સસરાએ તેણીની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં જોગર્સ પાર્ક પાસે આવેલ એક સોસાયટીમાં રહેતી પરિણીતાએ તેના જ સસરા સામે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી છે. જેમાં વર્ષ ૨૦૦૨માં તેના લગ્ન જામનગરમાં રહેતા જ્ઞાતિના જ યુવાન સાથે થયેલ, દોઢેક વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરુ થતા તેણીની પુત્ર સાથે પોતાના પિયર સુરત ચાલી ગઈ હતી અને ભરણપોષણનો કેશ કર્યો હતો. દરમિયાન સસરા પક્ષ સમાધાન થઇ જતા તેણીનીને પરત જામનગર તેડી લાવ્યા હતા. જો કે ત્યારબાદ પણ દંપતી વચ્ચે ઝઘડાઓ થતા તેણીનો પતી ક્યાંક ચાલ્યો ગયો, ત્યારબાદ કોરોના કાલ આવતા તેણીના સાસુ સુરત ચાલ્યા હતા અને તેણીની અને તેનો પુત્ર તથા સસરા ઉપર નીચે રહેતા હતા.

એક રાત્રે સસરાએ તેણીને જગાડી પાણી ભરવાના બહાને નીચે લઇ જઈ કહ્યું કે તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તને તારા પતિ ખુશ નથી રાખતો પણ હું એ ખામી નહી રહેવા દઉ, પછી પુત્રને પતાવી દેવાની ધમકી આપી તેણીને રૂમમાં લઇ જઈ તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પણ ત્રણ ચાર વખત સસરાએ પુત્રને પતાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન તેણીની સુરત પિયર ગયા બાદ પરત આવી સસરા સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here