જામનગર: જિલ્લામાં આ તારીખે અન્ડર ગ્રાઉન્ડ વિજલાઇનના ખોદકામ પર પ્રતિબંધ

જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો ન ખોરવાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

0
1039

જામનગર તા.25 જાન્યુઆરી, આગામી તા.29-1-2023 ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇનના ખોદવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ રહે છે. જેથી પરીક્ષાઓ દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લામાં આવેલ અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન હોય તેવા વિસ્તારમાં ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં લેખિત પરીક્ષાઓ અન્વયે પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લામાં અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન આવેલ હોય તેવા વિસ્તાર,આ તા.29-1-2023 ના રોજ સવારના 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here