જામનગર : આ પીએસઆઇને ડીજીપી એવોર્ડ મળશે

0
587

વર્ષ-૨૦૨૧માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ કમીટી ધ્વારા “DGP’s Commendation Dise” માટેરાજ્યના 100 ઉપરાંત પોલીસ અધિકારી- કર્મચારીઓની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં જામનગરના પીએસઆઇ આર કે કર્મટા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસઆઈ મહંમદ બલોચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


આ એવોર્ડ એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ કલાકઃ ૧૬,૦૦ વાગ્યે ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે નવા વિદ્યાભવન, ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલ છે.
નીચેની યાદી મુજબ અધિકારી/કર્મચારીને ફર્સ્ટ ડ્રેસમાં (અધિકારી માટે સ્લીવ્ઝ રોલ્ડ અપ ,પી-કેપ,કોસ બેલ્ટ, સ્કાર્ફમાં તારીખ ૨૭/૦૧/૨૦૨૩નારોજ ના કલાક-૧૦,૦૦ વાગ્યે કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહેવા તેમજ આ કાર્યક્રમમાં એવોર્ડ વિજેતા અધિકારી કર્મચારી તેઓની સાથે તેમના પરિવારના એક સભ્ય સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here