જામનગર: યુવાને પ્રથમ લગ્ન કર્યા, પછી પ્રેમ લગ્ન અને પછી…..

0
781

જામનગર તાલુકાના નાની માટલી ગામે એક યુવાને કુવામાં જંપલાવી આપઘાત કરી લીધો છે. પ્રેમ લગ્ન કર્યા બાદ કોઈ કામધંધો ના કરતા યુવાને જીંદગીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે. જેની વિગત મુજબ તાલુકાના નાની માટલી ગામે ગઈ તા.૨૪/૦૧/૨૦૨૩ના રોજ રાત્રીના દશ વાગ્યાની આસપાસ વીપુલભાઇ પોપટભાઇ ભંડેરી પટેલ ઉ.વ-૩૩  રહે-જામનગર  મુળ રહે- ખારાવેઢા તા,જી-જામનગર વાળા યુવાને અલ્તાફભાઈની વાડીમા આવેલ કુવામા જંપલાવી, આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કુવાના ઊંડા પાણીમાં ડૂબી જતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પંકજભાઇ પોપટભાઇ ભંડેરી ઉ.વ-૨૬ રહે- સ્વામી પાર્ક રાજકોટ  મુળ રહે- ખારાવેઢા તા,જી-જામનગર વાળાએ પંચકોશી એ ડીવીજન પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં મોટાભાઈના લગ્ન જ્ઞાતિના રીત રીવાઝ મુજબ જ્ઞાતીની દિકરી સાથે થયા હતા. ત્યારબાદ મૃતકે બાવાજીની દિકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ મૃતક કોઈપણ જાતનો કામ ધંધો કરતો ન હતો અને પોતે પોતાની જીંદગીથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here