જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામના સરપંચ સહીતના આગેવાનો ગાયો માટે બાજરીની ઘૂઘરી બનાવતા હતા ત્યારે ગૌ શાળાની બહારથી એકાએક ધડાકાનો અવાજ આવ્યો હતો જેને લઈને સરપંચ સહિતનાઓ ત્યાં પહોચ્યા અને જોયું તો સરપંચના સગાભાઈની રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલક ભાઈને ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. રીક્ષા ચાલક આધેડ લતીપર ગામના સરપંચના ભાઈ થતા હોય, તેઓ લાલપુર ગામ જૂથ યોજનાના પાણીના સંપમાંથી આજુબાજુના ગામમાં પાણી છોડી ભરત આવતા હતા ત્યારે ગામ નજીક જ અકસ્માતનો ભોગ બની ગયા હતા.

ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ચંદુભાઈ લાખાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 46 નામના આધેડ ગઈકાલે પોતાની છકડો રીક્ષા લઈ લાલપુર ગામે જૂથ યોજનાના પાણીના સંપમાંથી આજુબાજુના ગામમાં પાણી પહોંચાડવા માટે ગયા હતા. આ કામ પૂરું કરી તેઓ પોતાની છકડો રીક્ષા લઇ લતીપર ગામ તરફ પરત આવતા હતા ત્યારે ગામની ગૌશાળા પાસે સામેથી પુર ઝડપે આવેલી એક કારે રિક્ષાને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં ચંદુભાઈને માથા કપાળ અને આંખના ભાગે તથા હાથ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને ગામની હેમીબેન કલ્યાણ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ ચંદુભાઈનું મૃત્યુનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ એવા લતીપર ગામના સરપંચએ અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાયો ત્યારે મૃતકના ભાઈ લતીપર ગામની ગૌશાળા પાસે હનુમાનજીના મંદિર નજીક ગાયો માટે બાજરીની ઘુઘરી બનાવતા હતા થોડે દૂર ધડાકા ભેર અવાજ આવતા તેઓ તથા ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.