જામનગર : નગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી, પણ ગભરાવવાની જરૂર નથી કારણ કે…

0
628

જામનગર : જયારે કોરોનાકાળની શરૂઆત થઇ હતી ત્યારે રાજ્યમાં પ્રથમ નોંધાયેલ કેસને લઈને જામનગર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.  ત્યારબાદ વધુ એક વખત આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આજે જામનગરમાં કોરોનાના નવા પ્રકારની એન્ટ્રી સામે આવી છે. હાલ ડેલ્ટા પ્લસ વેરીયંટનો કેશ નોંધાતા ભય ફેલાયો છે. પણ સારી બાબત એ છે કે આ દર્દી તો કયારના સ્વસ્થ થઇ ઘરે પહોચી ગયા છે.

જામનગરમાં કોરોનાએ પ્રથમ રાઉન્ડમાં પણ હાહાકાર મચાવી દીધો હતો. સતાવાર રીતે ૩૫ મોત અને અનેક દર્દીઓ નોંધાયા હતા. તો બિન સતાવાર રીતે મોતનો આકડો ૧૧૦૦ ઉપરાંત પહોચ્યો હતો. પ્રથમ રાઉન્ડના અંત બાદ બીજા રાઉન્ડે જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યને હચબચાવી નાખ્યું હતું. દર્દીઓની સંખ્યા વધતા બેડ ખૂટી પડી હતી અને અનેક દર્દીઓને એમ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી હતી. આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં મોતનો સતાવાર આકડો ૨૫૦ ઉપરાંત આવ્યો હતો જો કે બિન સતાવાર આકડો તો અતિ ભયાનક હતો. જે ૨૦૦૦ ઉપરાંત મોત સૂચવતો હતો. આ સ્થિતિ માંડ થાળે પડી છે ત્યાં કોરોનાના નવો વેરીયંટ સામે આવ્યો છે. મે માસના અંતીમ સપ્તાહમાં હિમતનગર વિસ્તારમાંથી એક વૃદ્ધ મહિલા કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ તેના નમુના પુને મોકલવામાં આવ્યા હતા. જો કે રીપોટ આવે તે પહેલા મહિલા સ્વસ્થ્ય થઇ પરત ઘરે પણ પહોચી ગયા હતા. પરંતુ જે નમુના પુને મોકલવામાં આવ્યા હતા તેનો રીપોર્ટ પોજીટીવ જાહેર થયો હતો, એ પણ ડેલ્ટા પ્લસ વેરીયંટ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.  આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મહાનગર પાલીકાની આરોગ્યની ટીમ તાત્કાલિક જે તે વિસ્તારમાં પહોચી મહિલા દર્દીઓને ચકાસ્યા હતા. પરંતુ હાલ વૃધ્ધા એકદમ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે છેલ્લા એક માસના ગાળામાં કોરોનાના આ નવા વેરીયંટ ડેલ્ટા પ્લસ પૂર્વે ડેલ્ટા વેરીયંટના ૧૩ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here