જામનગર : દેવભૂમિ દ્વારકા ઇન્ચાર્જ કલેકટર-ડીડીઓ કોરોનાગ્રસ્ત, આ છે હાલારની આજની સ્થિતિ

0
707

જામનગર અપડેટ્સ : હાલારના બંને જિલ્લાઓમાં  કોરોનાનો ગ્રાફ ધીરે ધીરે વધતો જાય છે. તહેવારો પૂર્વે કોરોનાની મંદ ગતિથી સમગ્ર હાલારમાંથી ચિંતાના વાદળો દુર થતા જણાયા હતા. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે દરરોજની સંખ્યામાં થતો વધારો ચિંતાનો વિષય બન્યો છે.

આજે જામનગર જીલ્લામાં ૨૧ અને અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છ નવા દર્દીઓ નોંધાયા છે. જેમાં દ્વારકા જીલ્લાના વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે. કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે પ્રબળ બની રહ્યું છે. જામનગર જીલ્લાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જામનગર શહેરમાં નવા ૧૨ દર્દીઓ નોંધાયા છે જયારે ૧૭ દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જો કે સતાવાર રીતે એક પણ મોત ન થયું  હોવાનું સામે આવ્યું છે પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલ પાંચ દર્દીઓના મૃત્યુ નીપજ્યા હોવાનું સ્મશાનના આકડા સામે આવ્યા છે. જયારે જીલ્લામાં આજે નવા ૨૧ દર્દીઓ નોંધાયા છે. જયારે ૨૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે  વધુ છ કેસ નોંધાયા છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારી ડી જે જાડેજાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. જયારે આજે ચાર દર્દીઓ તંદુરસ્ત થઇ જતા રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here